કચ્છમાં ગીતાજી જયંતીના દિને ગીતાજી પઠન પારિતોષિક યોજના પરીક્ષા

ભુજ, તા. 6 : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ અને ગીતાજી-પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર (મુંબઇ) પ્રેરિત ગીતાજી પઠન પરીક્ષાઓ કચ્છમાં ગીતાજી જયંતીના દિને તા. 8ના પૂજનમાં અર્ચન સાથે પ્રારંભ થશે, જેમાં હિન્દુ-મુસ્લિમ બાળકો આ પરીક્ષા આપી કોમીએકતાનાં દર્શન કરાવશે. કચ્છના 21 જેટલા કેન્દ્ર ખાતે તા. 8થી 14 સુધી પરીક્ષા લેવાશે. શ્રીમદ્ ભગવત ગીતાજીના પ્રચાર-પ્રસાર અર્થે ગીતાજી પઠન પારિતોષિકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રા. શાળા, માધ્યમિક શાળા, કોલેજ, યુવક મંડળો, ગ્રામ પંચાયતો, ભજન મંડળીઓ, શાળા પરિવાર વિગેરેના નાના-મોટા આબાલવૃદ્ધ ત્રી-પુરુષો ભાગ લઇ શકશે.2જા, 12મા, 15મા અધ્યાયની પરીક્ષા લેવાશે. જ્યારે  સંપૂર્ણ ગીતાજી માટે 700 શ્લોક મુખપાઠ કરવા, જિલ્લામાં પ્રથમ આવનારા પાંચ વિદ્યાર્થીઓને પારિતોષિક અપાશે, જ્યારે સમગ્ર ગીતાજી પઠનમાં 700 શ્લોક ગુજરાતી-સંસ્કૃતમાં મુખપાઠ કરનારને રોકડ ઇનામ અપાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer