કાલે ભુજમાં બિનઅનામત વર્ગની તમામ જાતિઓની સાર્વજનિક બેઠક

ભુજ, તા. 6 : ગુજરાત સરકારે જાહેર કરેલી કુલ્લ 78 જેટલી બિનઅનામત વર્ગની તમામ જાતિઓની સાર્વજનિક બેઠકનું તા. 8ના રવિવારે સાંજે 4થી 5-30 દરમ્યાન કચ્છ ક્ષત્રિય ભાવસાર સમાજવાડી, જેષ્ઠાનગર, જબલેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજન કરાયું છે. આ બેઠકમાં બિનઅનામત વર્ગના તમામ વિદ્યાર્થીઓ અને તેમના પિતા-વાલીઓએ અવશ્ય હાજર રહેવા અને વિદ્યાર્થીઓએ 2019ની છેલ્લી પરીક્ષા પાસ કરેલી માર્કશીટની નકલ સાથે લઇ આવવા જણાવાયું છે. જેમણે બિનઅનામતનું પ્રમાણપત્ર નથી મેળવ્યું તેમને ભાવસાર સમાજ તરફથી નિયત નમૂના ફોર્મ ભરાવી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી પાસેથી પ્રમાણપત્ર મેળવવાની કાર્યવાહી કરાશે તથા જેમણે પ્રમાણપત્ર મેળવી લીધું છે તેઓએ તેની નકલ સાથે લાવવી તેવું કે. વી. ભાવસાર સિનિયર સિટીઝનની યાદીમાં જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer