વર્ષ 2019-20ના આવકવેરા કપાતના આધારો 31મી સુધી પહોંચતા કરવા

ભુજ, તા. 6 : જિલ્લા તિજોરી કચેરી, ભુજ-કચ્છ દ્વારા પેન્શન મેળવતા તમામ પેન્શનરોએ વાર્ષિક આવક ચાલુ નાણાકીય વર્ષ 2019-20માં આવકવેરાને પાત્ર હોય તેવા તમામ પેન્શનરોએ તેમની આવકમાંથી મજરે લેવા પાત્ર રકમ અંગેની વિગતો, રોકાણ કર્યા અંગેના આધાર પુરાવાઓ તેમજ પાનકાર્ડની ઝેરોક્ષ કોપી તા. 31-12-19 સુધીમાં જિલ્લા તિજોરી કચેરી, ભુજ કચ્છ ખાતે પહોંચતી કરવા જણાવાયું છે. રોકાણની વિગતો કે આધાર પુરાવા નિયત સમયમર્યાદા રજૂ નહીં કરવામાં આવે તો આવકવેરાના નિયમોનુસાર ટી.ડી.એઁસ.ની કપાત કરી લેવામાં આવશે. તેમજ પાનકાર્ડની નકલ રજૂ નહીં થવાને લીધે આવકવેરા કપાતની રકમ યોગ્ય સદરે જમા થઇ શકશે નહીં. પેન્શનરોએ ખાસ નોંધ લેવા જિલ્લા તિજોરી અધિકારીશ્રી ભુજ-કચ્છની આ અખબારી યાદીમાં જણાવવામાં આવે છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer