સકારાત્મક વિચારોથી ધ્યાન પ્રબળ બને

સકારાત્મક વિચારોથી ધ્યાન પ્રબળ બને
ભુજ, તા. 4 : ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા એકતરફ હમીરસરમાં વિશાળ સભામંડપમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઊજવાઈ રહ્યો છે તો બીજીતરફ લોક આરોગ્યનું કાર્ય આયુર્વેદિક ઔષધાલય અત્યાધુનિક બનાવી ખુલ્લું મુકાયું હતું. તો ચાંદીના વચનામૃતને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે તે માટે રજૂઆત કરાઈ તો એ જ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામે તેવા મહારાસોત્સવનું તા. 5ના સાંજે આયોજન કરાયું છે. પંચમ દિવસે બુધવારે પ્રથમ સત્રમાં વ્યાસપીઠ ઉપરથી શાત્રી સ્વામી કૃષ્ણસ્વરૂપદાસજીએ કહ્યું કે, ભાવનાત્મક વિચારો સાથે ધ્યાન કરવું જોઈએ આથી ક્રોધ શાંત થાય છે, ચિત્તની શાંતિ મળે છે. એકાગ્રતા, ચહેરાની પ્રસન્નતા અને હૃદયની પ્રફુલ્લિતતા મળે છે. 108 વ્રજેન્દ્રપ્રસાદ મહારાજ લાલજી મહારાજે વક્તવ્યમાં જણાવ્યું કે, ભુજ સ્વામિનારાયણ મંદિરના પ્રયત્નથી કચ્છમાં સત્સંગ સાથે શિક્ષણ પણ વધ્યું છે. સાચા હીરા, મોતી અને માણેકથી વચનામૃત ઉપર અભિષેક કરાયો હતો. બીજા સત્રમાં વ્યાસાસ્થાનેથી શાત્રી સ્વામી શૌકમુનિદાસજીએ કહ્યું કે, મનુષ્યના જીવનનું ધ્યેય શું છે ને જન્મ થાય એ પહેલાં જ ધ્યેય નક્કી થઈ જતું હોય છે. મૂર્તિ અને મંત્રો સાથે ચરિત્ર ઉમેરવામાં આવે તો ભાવ ચેતનવંતો થાય છે. વચનામૃતમાં આવતા ભજનોનું પેનડ્રાઈવ રૂપે વિમોચન વડીલ સંતોએ કર્યું હતું. આ ભજનોનું સંકલન સ્વામી ગૌલોકવિહારીએ કર્યું છે. મહોત્સવ પ્રસંગે 5 ડિસેમ્બરના આચાર્ય મહારાજ દ્વારા સવારે 6.30 કલાકે ઠાકોરજીને અભિષેક, સવારે 9 કલાકે અન્નકૂટ દર્શન, બપોરે 3.30 શોભાયાત્રા, રાત્રે 8.30 કલાકે રાસોત્સવ યોજાશે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer