આજથી ભુજમાં નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં બે દિવસીય સત્સંગ અને જ્ઞાનવિધિ

ભુજ, તા. 4 : સત્સંગ અને જ્ઞાનવિધિનો કાર્યક્રમ ભુજના એરપોર્ટ રોડ ઉપર સ્થિત નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં પ અને 6 ડિસેમ્બર દરમિયાન યોજાશે. બે દિવસના આ કાર્યક્રમમાં પાંચના સાંજે 6થી 9 સુધી પૂ. દીપકભાઈના આશીર્વાદ પામેલા આપ્તપુત્ર ભાઈ સાથે પ્રશ્નોત્તરી સત્સંગનું આયોજન થયું છે. જેમાં તેઓ જ્ઞાનવિધિ વિશે વધુ જાણકારી તેમજ વ્યવહાર અને અધ્યાત્મને લાગતા મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન મેળવી શકે છે. ત્યારબાદ 6?ડિસે.ના સાંજે પ.30થી 9 સુધી જ્ઞાનવિધિનો કાર્યક્રમ યોજાશે. જ્ઞાનવિધિએ આત્મસાક્ષાત્કાર માટેનો બે કલાકનો અદ્ભુત વૈજ્ઞાનિક પ્રયોગ છે. આ કાર્યક્રમમાં 18 વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રાંતના લોકો વિનામૂલ્યે પ્રવેશ મેળવી શકે છે. આ કાર્યક્રમ ભુજના નિષ્પક્ષપાતી ત્રિમંદિરના પ્રાંગણમાં યોજાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer