કચ્છ-જામનગરના 50 હજાર માછીમારોને રોજગારીની મુશ્કેલી

કચ્છ-જામનગરના 50 હજાર માછીમારોને રોજગારીની મુશ્કેલી
ભુજ, તા. 21 : માછીમાર વિશ્વ દિવસે કચ્છ-જામનગર અખાત દરિયા વિસ્તારમાં અંદાજે 50 હજાર માછીમારોને રોજગારીની મુશ્કેલી સહિત દેશના અન્ય માછીમારોની તકલીફોની રજૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જોગ આવેદનપત્ર જિલ્લા કલેક્ટર એમ. નાગરાજનને લુણીના માછીમાર અધિકાર સંઘર્ષ સંગઠન કચ્છના પ્રતિનિધિ મંડળે આપી રજૂઆત કરી હતી. સંગઠનના પૂર્વ પ્રમુખ આમદભાઇ માંજલિયા, ઇસ્માઇલભાઇ માંજલિયા, કાસમભાઇ ગાધ અને ભદ્રેશ્વરના ફકીરમામદ કારાના પ્રતિનિધિ મંડળે આવેદનપત્ર આપી જિલ્લા કલેક્ટરને જણાવ્યું કે, તા. 21/11ના માછીમાર વિશ્વ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે માછીમાર રોજગારી સલામત રહે તે હેતુથી આવેદનપત્રો, રેલીઓ ધરણાઓના આધારે સરકાર પાસે માગણીઓ કરતા આવે છે, છતાં પણ રોજગારી સલામત રહે તેવો સરકાર તરફથી અમલ થતો નથી. તેમનું મુખ્ય કારણ દરિયા વિસ્તારને લગતા પોર્ટના જહાજો માટે સફાઇ, ટ્રાફિક પાર્કિંગ, પાવર પ્લાન્ટો, ઇન્ડસ્ટ્રીઝો, સોલ્ટ પ્લાન્ટો, તમામ ઉદ્યોગો અને કચેરી અને પર્યાવરણ વિભાગ હુકમ શરતો આપવામાં આવે છે. તેમનો અમલ કરતા નથી. તેના કારણથી દરિયાના પાણીનું પર્યાવરણ બગડતું જાય છે અને સુરક્ષિત રહેતું નથી. પ્રદૂષણમાં વધારો થતો જાય છે, એટલે રોજગારીના વિકાસના બદલે વિનાશ થતો આવે છે. કચ્છનો દરિયા કિનારો સૂરજબારીથી લખપત સુધી (405) કિ.મી. અને કચ્છ અખાત ધરાવે છે. તે દરિયા ઉપર હજારો માછીમારો રોજગારી મેળવી પોતાના કુટુંબના ભરણપોષણ સાથે સરકારને ફૂડ સાથે હુંડિયામણ પૂરા પાડે?છે.દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જોગ અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, દેશના રાજ્યોના માછીમારો દિલ્હીમાં રોજગારી અને અન્ય વિકાસ સમસ્યાઓના હિતમાં રેલી યોજતા હોય છે. અગાઉ કચ્છથી પણ પ્રતિનિધિ ભાગ લેવા જતા.સરહદી કચ્છ  જિલ્લા ગુજરાતથી સિંદુરવન વેસ્ટ બંગલા રાજ્ય કોલકાતા સુધી દસ રાજ્યો અને ટાપુઓ, દરિયા વિસ્તારની લંબાઇ આશરે આઠ હજાર કિલોમીટર ઉપર છે. જેમાં લાખો માછીમારો બંધારણની કલમ  431ના મુજબ પેઢી દર પેઢીથી પોતાના કુટુંબનું પાલન પોષણ કરતા આવે છે. તેમની રોજગારી સામે અનેક પ્રકારના જોખમો સામે આવેલા છે જેમાં ગુજરાત-કચ્છમાં પાકિસ્તાન  મરિન એજન્સી, ચેન્નાઇ, તામિલનાડુ રાજ્યમાં શ્રીલંકા મરિન એજન્સી, કોલકાતા-વેસ્ટ બંગાળ રાજ્ય બાંગલાદેશ મરિન એજન્સીએ મોટા માછીમારોની બોટો સાથે અપહરણ કરીને લાખો કરોડોનું નુકસાન પહોંચાડીને જેલમાં ધકેલી નાખે છે જેથી આ માછીમારો મહિનાઓ- વર્ષો સુધી જેલમાં સબળે છે અને માનસિક ત્રાસ ભોગવે છે અને મરણ થાય છે.માછીમારોના કુટુંબ ઉપર બોજના કારણે હેબતાઇને બેકારીનો સામનો કરવો પડે છે.કચ્છ, જામનગર અખાત દરિયા વિસ્તાર બંને બાજુએ આશરે 50 હજાર માછીમારોની રોજગારી ઉપર મુશ્કેલી છે. કચ્છમાં મુંદરા અદાણી પોર્ટ, અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ, ઓપીજી પાવર પ્લાન્ટ, તુણા ટેકરા પોર્ટ, કંડલા પોર્ટ, જામનગર સૌરાષ્ટ્ર ઓખા પોર્ટ, વાડીનાર પોર્ટ, એસ્સાર પોર્ટ, રિલાયન્સ પોર્ટ, બેડી જામનગર પોર્ટ, નવલખી પોર્ટ, ઓખા માંડવીથી  કંડલા નવલખી સુધી ખુલ્લા દરિયામાં નાના-મોટા જહાજો અવર-જવર પાર્કિંગ એટલે એન્કર એરિયાના ચેનલ બોયા હદ નિશાન નથી. એટલે મન ફાવે ત્યાં રનિંગ કરીને  એન્કર કરે છે. ટ્રાફિકના કારણે જાનમાલની નુકસાની થાય છે.કંડલાથી સૂરજબારી સુધી હડકાયા ક્રીક, નવલખીથી સૂરજબારી સુધી છાણ ક્રીક, બંને ક્રીકોની સાઇડોમાં સંખ્યાબંધ ચેરના ઝાડ છે. મોટા સોલ્ટ પ્લાન્ટો તે નાશ કરે છે અને સૂરજબારીથી ટીકર પલાંસવાના ખુલ્લા નાના રણ વિસ્તારમાં મોટા સોલ્ટ પ્લાન્ટો આવેલા છે. તેમજ કેમિકલ ઇન્ડસ્ટ્રીઓ છે જેથી દરિયાનું પાણી પર્યાવરણ બગડવાના કારણે સલામત રહેતું નથી. બંધારણ હક્ક પ્રમાણે દરેક ઉદ્યોગોને ફરજ પાડવી જોઇએ. મત્સ્યદ્યોગ પણ દેશનો મોટો ઉદ્યોગ છે. વિશેષમાં દેશની સુરક્ષા બાબતે મત્સ્યદ્યોગ ખાતામાં સ્ટાફની ઘટના કારણે માછીમારી રોજગારોને લગતી રજિસ્ટ્રી સમયસર થતી નથી. તે ગંભીર બાબત છે. આ વિશે સુરક્ષા એજન્સી મરિન પોલીસ કસ્ટમ, કોસ્ટગાર્ડ, નેવી દ્વારા તપાસમાં મુશ્કેલી થાય છે.માછીમારોની રજૂઆત મુજબ દરેક ઉદ્યોગો આઇપીસીની કલમ 434નો ભંગ કરતા આવે છે. તેમની સામે રાજ્ય-કેન્દ્ર સરકારે ભારતીય દંડ સહિતાની કલમ 425ની મુજબ કાર્યવાહી કરવી જોઇએ. અખાતમાં કુલ (62) મચ્છીની જાતી લુપ્ત થતી જાય છે જેથી જીવન જીવવું મુશ્કેલ છે. વડાપ્રધાન શ્રી મોદીને  આવેદનપત્રમાં  યાદ અપાવતાં ઉમેરાયું હતું કે, મુખ્યમંત્રી પદ પર હતા ત્યારે તા. 18/12/2006 જખૌ બંદર વિકાસનું લોકાર્પણ કરવા આવ્યા હતા, પરંતુ આ વર્ષના અંત સુધી તમામ સવલતોનો વિકાસ થયો નથી. કચ્છ સરહદી વિસ્તાર છે. આ વિસ્તારના લઘુમતી મુસ્લિમ સાથે વાઘેર, માછીમાર, રોજગારી સાથે દેશની સુરક્ષા માટે ચોવીસ કલાક ફરજ બજાવે છે તે જિલ્લાના મત્સ્ય  કેન્દ્ર ઉપર શિક્ષણ, રસ્તા, પાણી, આરોગ્ય, આવાસ, ક્રીક, જેટી, બર્થ અન્ય તમામ સવલતનો વિકાસ થવો જોઇએ, નહીં તો આ ઉદ્યોગની રોજગારીનું વિનાશ થશે. જિલ્લાના મત્સ્યોદ્યોગ ખાતાના જણાવ્યા પ્રમાણે રોજગારી યોજનાને લગતી તમામ સવલત મળતી નથી. તેમના મુખ્ય કારણ વર્ષ (2005)માં ડીઝલ,  આવાસ, અન્ય યોજનાના પ્રમુખ, ઝરપરા મત્સ્યોદ્યોગ સેવા સહકારી મંડળીએ ભ્રષ્ટાચાર કર્યો તે કોર્ટમાં પેન્ડિંગ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer