`જે સમાજ દસ્તાવેજીકરણ કરે છે તેની સંસ્કૃતિ ટકી રહે છે''

`જે સમાજ દસ્તાવેજીકરણ કરે છે તેની સંસ્કૃતિ ટકી રહે છે''
મસ્કા (તા.માંડવી), તા.21 : જે સમાજ દસ્તાવેજીકરણ કરે છે તે સમાજના મૂળિયાં ઊંડાં ઊતરે છે અને સંસ્કૃતિ ટકી રહે છે, તેવું મસ્કા રાજગોર યુવક મંડળ દ્વારા પ્રકાશિત માતૃભૂમિ મસ્કા પુસ્તકનું વિમોચન કરતાં મુંબઈ સ્થિત દાતા શંકરલાલ વાલજી રાજગોરે જણાવ્યું હતું. આ અવસરે સુરત એસટી વિભાગીય નિયામક સંજય જોષી, બાગ રાજગોર સમાજ મંત્રી અરવિંદ મોતા, કચ્છી રાજગોર મહાસભાના કાર્યકારી અધ્યક્ષ એ. સી. ગોર, મસ્કા રાજગોર સમાજના ટ્રસ્ટી હીરાલાલ નાનજી, જાયન્ટસ ફેડરેશનના ચંદ્રકાંત કાનજી વિ.એ ભગીરથ કાર્ય કરવા બદલ યુવક મંડળને અભિનંદન આપ્યા હતા. સમાજ પ્રમુખ નાનજીભાઈ દયારામ, ટ્રસ્ટી મંડળ, રાજગોર યુવક મંડળના પ્રમુખ જયેશ મોતા તથા મંત્રી મહેશ મોતાનું વિશેષ સન્માન કર્યું હતું. યુવક મંડળે પુસ્તકના લેખક/સંપાદક કમલેશ મોતા તેમજ માતૃભૂમિ મસ્કાની સમગ્ર ટીમનું બહુમાન કર્યું હતું. સન્માનના પ્રતિભાવમાં કમલેશ મોતાએ વસતી ગણતરીની સાથે મસ્કાના રાજગોર સમાજનો ઈતિહાસ, જોવાલાયક સ્થળો, ધાર્મિક સ્થળો, વિવિધ સંસ્થાઓ, તળાવો વિ. જેવી માહિતીઓને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે, તેમ જણાવ્યું હતું. માતૃભૂમિ મસ્કા વિભાગ-1માં જવાહર નાથાણી, તક્ષક નાથાણી, સંજય માકાણી, વિભાગ-2માં પ્રકાશ નાથાણી, નિમિત્ત નાથાણી, અંકિત મોતા, વિભાગ-3માં હરેશ જોષી, ભાવેશ મોતા, ભાસ્કર મોતા, વિભાગ-4માં હિરેન મોતા, ઉત્સવ જોષી અને વિનોદ મોતાએ જવાબદારી સંભાળી હતી. ઉપપ્રમુખ અનિલ વ્યાસ અને કિશોર નાથાણી, ભાવેશ ભગવાનજી, જુગલ મોતા, વિપુલ જોષી, પ્રિયેન નાકર, કમલેશ કાનજી, જીતેન મોતા, બિપિન મોતાએ સહકાર આપ્યો હતો. માહિતી સંકલનમાં અનુપ મહેતા, ભરત નાથાણી, પરેશ મોતા (ભુજ)એ સેવા આપી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer