કચ્છી સર્જકોએ મિલનમાં કરી કૃતિઓ પેશ

કચ્છી સર્જકોએ મિલનમાં કરી કૃતિઓ પેશ
ભુજ, તા. 21 : કચ્છી સાહિત્ય મંડળ દ્વારા નવા વર્ષના સ્નેહમિલન સાથે કચ્છી ગદ્ય પઠન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કચ્છી ભાષામાં સર્જન કરતા જાણીતા સર્જકો અને ભાવકો ઉપસ્થિત રહી પોતાની કૃતિનું પઠન કર્યું હતું. પ્રારંભે યાજ્ઞવલ્ક્ય જોશી `િદ્વજ'એ સૌના નિરામય જીવનની આશા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમ યુ ટયૂબ પર લાઈવ બતાવવામાં આવ્યું. જેનો હેતુ સમજાવતા મંડળના સ્થાપક પ્રમુખ લાલજી મેવાડા `સ્વપ્ન'એ જણાવ્યું કે, સાંપ્રત સમયમાં ઈલેક્ટ્રોનિક ઉપકરણોના માધ્યમથી સર્જકની કૃતિ લોકભોગ્ય બનતાં સમય લાગતો નથી. પણ તેના સર્જકને કોઈ ઓળખતું નથી. અમારો આ પ્રયાસ લોકો સર્જકને ઓળખતા થાય તે હેતુનો છે. પઠનના પ્રારંભે જગદીશ ગોર `પાગલ' અને કાનજી મહેશ્વરી `િરખીયો' (ગાંધીધામ)એ ટૂંકી વાર્તા રજૂ કરી હતી. ખાનગી દેવાજી જાડેજા (હમલા મંજલ)એ પ્રાર્થના, ચંદ્રવદન મહેતાએ ગઝલ, અશોક સી. માંડલિયાએ `પુરાવો', નિર્મલાબેન ત્રિપાઠીએ `વધાઈ', મોહનલાલ જોશીએ `કરણું જ પેતો', નેણશી મીઠિયાએ `એડો પ ભને', લાલજી મેવાડાએ `જાણી કરે', પબુભાઈ ગઢવી `પુષ્પ'એ અનુક્રમે ગઝલ અને કાવ્યો રજૂ કર્યા હતા. સમગ્ર ગદ્ય-પદ્યના પઠન પર વિદ્વાન જયંતી જોશી `શબાબ'એ સ્વરચિત કાવ્ય પઠન કરતાં જણાવ્યું હતું કે, આ માધ્યમ એક દિવસ કચ્છી ભાષાને શિખર પર પહોંચાડશે. એ નોંધ લેવા જેવી બાબત છે. આ કાર્યક્રમમાં ધનજીભાઈ ભાનુશાલી `કડક બંગાલી', દિલીપ આચાર્ય `િદલકશ', ભગવતીબેન આચાર્ય, બિહારીલાલ વી. અજાણી અને ભાવકો હાજર રહ્યા હતા. મનીષ મેવાડાએ સેવા આપી હતી. સંચાલન યાજ્ઞવલ્ક્ય જોશી `િદ્વજ'એ કર્યું હતું. લાલજી મેવાડાએ આભાર માન્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer