ખાનગી શાળાઓમાંથી સરકારીમાં છાત્રોના પ્રવેશમાં કચ્છ ત્રીજા ક્રમાંકે

ખાનગી શાળાઓમાંથી સરકારીમાં છાત્રોના પ્રવેશમાં કચ્છ ત્રીજા ક્રમાંકે
ભુજ, તા. 21 : આ વર્ષે 2118 છાત્રો સરકારી પ્રાથમિક શાળાઓથી આકર્ષાઇને ખાનગી શાળા છોડી પ્રવેશ મેળવતાં રાજ્યમાં કચ્છનો ત્રીજો ક્રમાંક આવતાં આજે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના હસ્તે પ્રાથમિક શિક્ષણ તંત્રના ચેરમેન અને શિક્ષણાધિકારીના સંયુક્ત એવોર્ડ-સન્માન પ્રા. શિક્ષણાધિકારી સંજયભાઇ બી. પરમારે સ્વીકાર્યા હતા. ખાનગી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ સરકારી શાળાની ગુણવતા અને સુવિધાથી આકર્ષાઇ  સરકારી શાળામાં પ્રવેશ વધારે મેળવે તે અંતર્ગત સરકાર દ્વારા પ્રોત્સાહન અપાયું છે. નાયબ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી નીલેશ ગોરે જણાવ્યું હતું કે, ગત વર્ષે છેલ્લા પાંચ વર્ષમાં 12,975 છાત્રોએ ખાનગી શાળા છોડી સરકારી પ્રા. શાળામાં પ્રવેશ મેળવતાં ગત વર્ષે રાજ્યમાં છઠ્ઠો ક્રમાંક મેળવી પ્રા. શિક્ષણાધિકારી શ્રી પરમારે એવોર્ડ મેળવેલ હતો. તાલુ વર્ષે શિક્ષણ સમિતિના ચેરપર્સન છાયાબેન ગઢવીના માગર્દશન તથા શિક્ષણ તંત્રની સમગ્ર ટીમના પ્રયત્નોથી ચાલુ સાલે 2118 બાળકોએ ખાનગી શાળા છોડી સરકારીમાં પ્રવેશ મેળવ્યો છે.જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા તથા જિ.વિ. અધિકારી પ્રભવ જોશીએ શિક્ષણ તંત્રની ટીમની કામગીરીને બિરદાવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer