ભાડુઆતે તુલસીના પાંદડે જ્ઞાતિને મકાનનો કબ્જો પરત કર્યો

ભાડુઆતે તુલસીના પાંદડે જ્ઞાતિને મકાનનો કબ્જો પરત કર્યો
માંડવી, તા. 21 : અહીંના સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાન હસ્તકના મકાનના 8પ વર્ષ જૂના ભાડુતે મકાન ખાલી કરી જ્ઞાતિને તુલસીના પાને અર્પણ કરતા ઉમદા કાર્યને બિરદાવાયું હતું. માંડવીના રમેશગર પુરણગર ગોસ્વામીએ વર્તમાન સમયમાં એક અનોખો દાખલો બેસાડયો હતો. અત્યારે એવો સમય ચાલી રહ્યો છે કે અમુક લોકો સરકારી કે કોઈકની મિલકતો પચાવી ગેરકાયદે કબ્જો કરી રહ્યા છે. એવામાં અહીંના ગોસ્વામી પરિવારે પ્રેરણારૂપ ઉદાહરણ આપ્યું હતું. વળી કોઈ પણ જાતની લાલચમાં આવ્યા વગર સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિની મિલકત પોતે વર્ષો જૂના ભાડુઆત હોવા છતાં અર્પણ કરી હતી. મહાસ્થાનના નૂતન મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સંકલ્પ કર્યો હતો કે પોતે ભાડુઆત છે અને જે દિવસે આ મકાન અર્પણ કરશે એજ દિવસે દસ્તાવેજ બનાવી મહાસ્થાનને સુપરત કરશે ને કરી બતાવતા સારસ્વત જ્ઞાતિજનોએ તેમનો આભાર માન્યો હતો તેવું પ્રમુખ અમીત માયરા અને મહામંત્રી સંજય ટેવાણીએ જણાવ્યું હતું.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer