વલ્લભભાઈની કુનેહે રાષ્ટ્રને એક કર્યું

વલ્લભભાઈની કુનેહે રાષ્ટ્રને એક કર્યું
ભુજ, તા.21 : સરદાર વલ્લભભાઈ પટેલના લોખંડી મનોબળ અને કુનેહે રાષ્ટ્રને એક કર્યો એવો સૂર તેમની 144મી પુણ્યતિથિએ અગ્રણીઓએ શ્રદ્ધાસુમન અર્પણ કરતાં ભાવ વ્યક્ત કર્યો હતો.  ભુજમાં માજી હોમગાર્ડઝ પરિવાર દ્વારા સરદારની જન્મજયંતી પ્રસંગે માજી કમાન્ડન્ટ જગદીશભાઈ મહેતા, પૂર્વ હેડક્લાર્ક અવિનાશભાઈ વૈદ્ય, પ્રમુખ નારણભાઈ બારોટ, ઈસ્માઈલભાઈ જુણેજા, વિભાકર અંતાણી વિગેરેએ વંદના કરી હતી. સંચાલન વી.આર. બારોટે કર્યું હતું તેવું કેતનભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું. જી.આર.ડી. વતી ઈલાબેન વૈદ્ય અને હાટકેશ અંબિકા મહિલા મંડળ વતી ભૈરવીબેન વૈદ્યે વંદના કરી હતી. સત્યમ અને તાનારીરી મહિલા મંડળ દ્વારા બાળકો માટે દોડ સ્પર્ધા યોજાઈ હતી. સ્વ. વલ્લભભાઈની પ્રતિમાને દર્શક અંતાણી, નિતા શાહ, યશ્વી શાહ, મધુકાંત ત્રિપાઠી, જટુભાઈ ડુડિયા, નર્મદાબેન ગામોટ, જયશ્રીબેન ત્રિપાઠી, ભરત અંતાણી તેમજ વી.આર. મહેતાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે ગાયોને નીરણ, પક્ષીને ચણ, શ્વાનને રોટલા અને ગરીબ બાળકોને અલ્પાહાર કરાવાયો હતો. લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા બાળકોને કપડાનું હેમેન્દ્રભાઈ જણસારી દ્વારા વિતરણ કરાયું હતું.  ભુજમાં કચ્છ અસ્મિતા મંચ અને બજરંગ દળ દ્વારા કન્વીનર કપિલ મહેતા, અક્ષરાજસિંહ વાઘેલા, કાંતિભાઈ શાહ, રાષ્ટ્રીય બજરંગ દળના જિલ્લા પ્રમુખ રોહિતભાઈ અબોટી, વીરેન્દ્રસિંહ જાડેજા વગેરેએ સરદારની પ્રતિમાને વંદના કરી હતી. અંજાર નગરપાલિકા દ્વારા પ્રમુખ રાજેશભાઈ ઠક્કરે માર્ચ પાસ્ટને પ્રસ્થાન કરાવી હતી. ટાઉનહોલમાં સરદારની પ્રતિમા પાસે હારારોપણ અને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. વક્તવ્યમાં રાજેશભાઈએ જણાવ્યું કે, વલ્લભભાઈએ દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરી અખંડ ભારતના નિર્માણમાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ઉપરાંત સમૂહ સફાઈ તથા રંગોળી હરીફાઈ યોજાયા હતા. સંચાલન કચેરી અધિક્ષક ખીમજીભાઈ સિંધવે અને આભાર વિધિ તેજપાલભાઈ લોચાણીએ કરી હતી. આ કાર્યક્રમોમાં ઉપપ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા, કારોબારી ચેરમેન કેશવજીભાઈ સોરઠીયા, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ગોવિંદભાઈ કોઠારી, આડાના પૂર્વ ચેરમેન ભરતભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ દાવડા, જાહેર આરોગ્ય સમિતિ ચેરમેન દીપકભાઈ આહીર, પૂર્વ પ્રમુખ પુષ્પાબેન ટાંક, જયેન્દ્રસિંહ જાડેજા, બહાદુરસિંહ જાડેજા, અનિલભાઈ પંડયા, વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંજાર તાલુકા પેન્શનર્સ મંડળે સરદાર પટેલ ટાઉન હોલમાં તમામ હોદ્દેદારો અને સભ્યોએ સરદારની પ્રતિમાને હારારોપણ કરી તેમની કાર્યપ્રણાલીની યાદ તાજી કરી હતી. સંચાલન પ્રમુખ બળદેવગીરી ગોસાઈએ અને આભાર વિધિ ઉપપ્રમુખ ગિરીશભાઈ વ્યાસે કરી હતી. રાપર ધારાસભ્ય સંતોકબેન આરેઠિયા તથા રાપર કોંગ્રેસ પરિવારે પ્રાગપર ચોકડી ખાતે વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સરદારની જૂની વાતોને યાદ કરી ઉદ્બોધન કર્યું હતું. સાથોસાથ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે દેનાબેન્ક ચોક સ્થિત મધ્યસ્થ કાર્યાલયમાં બે મીનીટ મૌન પાળી અંજલિ આપી યાદ કરાયા હતા. આ વેળાએ લાકડાવાંઢ ડેમની મુલાકાતે આવેલા ઈન્દિરાજીની ક્ષણોને ખાસ યાદ કરાઈ હતી. કોંગ્રેસ સભ્યોએ હાજરી આપી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer