ભુજમાં મહિલા ધારાશાત્રીના બંધ ઘરનો નકૂચો તોડી રોકડ ચોરાઇ

ભુજ, તા. 21 : શહેરમાં વ્યવસાયે ધારાશાત્રી એવા ખુશાલીબેન રાકેશભાઇ કનૈયાલાલ કોટકના રહેણાકના બંધ મકાનનો નકૂચો તોડીને કોઇ હરામખોરો રૂા. પંદરેક હજારની રોકડ રકમ ચોરી ગયા હતા. એડવોકેટ ખુશાલીબેનના પતિ રાકેશભાઇ હૈદરાબાદ ખાતે તાલીમમાં ગયા હોવાથી તેઓ તેમના માતાનાં ઘરે શક્તિનગર 2 ખાતે રોકાયા હતા. આ દરમ્યાન તા. 14/11થી તા. 20/11 દરમ્યાન તેમનું બંધ ઘર તસ્કરોનું નિશાન બન્યું હતું. આ બાબતે લખાવાયેલી ફરિયાદ મુજબ બંધ મકાનનો નકૂચો તોડીને અંદર ઘૂસેલા હરામખોરો તિજોરી અને કબાટમાં પડેલી રૂા. પંદરેક હજારની રોકડ રકમ ઉઠાવી ગયા હતા. પડોશમાં રહેતા માનસીબેન નીલેશભાઇ ઠક્કરે ફોન કરીને મહિલા ધારાશાત્રીને જાણ કરતાં તેઓ ઘરે પહોંચ્યા ત્યારે ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. એ. ડિવિઝન પોલીસે વિધિવત ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer