ભચાઉના સ્નેહમિલનમાં જનમેદની ઊમટી

ભચાઉના સ્નેહમિલનમાં જનમેદની ઊમટી
ભચાઉ, તા. 18 : ભચાઉ ખાતે માંડવી વિભાગના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા દ્વારા સ્નેહમિલન તથા લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. નવા વર્ષ નિમિતે યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક સામાજીક તથા રાજકીય આગેવાનોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી. કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત સામાજીક-શૈક્ષણિક પછાતવર્ગ કલ્યાણ અને પ્રવાસન મંત્રી વાસણભાઈ આહીરે જણાવ્યું હતું કે, છેલ્લી ચાર પેઢીથી કચ્છમાં સેવાની ભેખ લીધી છે. વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા પરિવારે માત્ર વાગડ નહીં કચ્છમાં અનેક કાર્યો કર્યા છે. આ વચ્ચે કુદરતે ખૂબ મહેરબાની કરી છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત ખૂબ પ્રગતિના શિખરો સર કરે એવી આશા?વ્યક્ત કરી, વીરેન્દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા યોજાયેલાં આ સ્નેહમિલન કાર્યક્રમ બદલ અભિનંદન આપ્યા હતા. રાજ્યના અન્ન નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કચ્છ હંમેશા પ્રગતિશીલ જિલ્લો રહ્યો છે, ભૂકંપ બાદ કચ્છનો ખૂબ જ વિકાસ થયો છે. સમગ્ર ગુજરાત અને કચ્છમાંથી વિવિધ સમાજના આગેવાનો, લોકો એક સાથે આ સ્નેહમિલનમાં આવ્યા છે, તેનો આનંદ અનેરો હોય છે તેવી અભિવ્યક્તિ સાથે તેમણે વીરેન્દ્રસિંહ જાડેજા પરિવારના સ્નેહમિલન કાર્યક્રમને બિરદાવ્યો હતો. કાર્યક્રમ દરમ્યાન અગ્રણી શૈલેન્દ્રસિંહ જાડેજા, અનિરૂદ્ધસિંહ જાડેજા, શેખરભાઈ અયાચી, દિલીપભાઈ ત્રિવેદી, રાજકોટના ઠાકોર માધાપ્તાસિંહ જાડેજા, ગોંડલનાં યુવરાજ હિમાંશુસિંહજી જાડેજા, પૂર્વમંત્રી કિરીટસિંહ રાણુભા, નારણજી જાડેજા, સાવજસિંહ જાડેજા, જોરૂભા રાઠોડ, અદાણીના ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહ, કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, જુમ્માભાઈ રાયમા, પરબતસિંહ ગોહિલ, દેવપાલસિંહ ઝાલા, વિક્રમસિંહ અમરસિંહ, મયૂરધ્વજસિંહ જાડેજા, પુષ્પેન્દ્રસિંહજી વગેરે સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાંથી ક્ષત્રિય સમાજ સહિત વિવિધ સમાજો, અનેક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોકડાયરાની રમઝટ જાણીતા કલાકારો રાજભા ગઢવી, ગીતાબેન રબારી, દેવાયતભાઈ ખવડ, બ્રીજરાજદાન ગઢવી, ઘનશ્યામભાઈ ઝૂલા, મોરારદાન ગઢવી દ્વારા બોલાવવામાં આવી હતી. આ દરમ્યાન જે ઘોર થઈ હતી તે ગાયોના ચારા અર્થે તથા શૈક્ષણિક હેતુ માટે ખર્ચવામાં આવશે તેવું વીરેન્દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા જણાવાયું હતું.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer