ભુજમાં 84 આંખો તપાસી 26નાં ઓપરેશન

ભુજમાં 84 આંખો તપાસી 26નાં ઓપરેશન
ભુજ, તા. 18 : અહીંના લોહાણા મહાજનના ઉપક્રમે રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે 10મો નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો. શેઠ નાનજી સુંદરજી સેજપાલ નવી લોહાણા મહાજનવાડી ભુજમાં યોજાયેલા આ નેત્રયજ્ઞમાં 84 નેત્ર રોગ દર્દીની મફત તપાસ, સારવાર, દવા આપવામાં આવી હતી તે પૈકીનાં 26 મોતિયા, જામરવા દર્દના ઓપરેશન વાળા દર્દીઓ માટે સવારે ગરમ ચા-નાસ્તો હર્ષદભાઇ ઠક્કર(હકી) અને બપોરે ભોજનની વ્યવસ્થા ભુજ લોહાણા મહાજન દ્વારા થઇ હતી. ત્યારબાદ રાજકોટની સંસ્થાના વાહન દ્વારા રાજકોટ લઇ જઇ અને પરત ભુજ લાવવાની વ્યવસ્થા કરાઇ હતી. ભુજ લોહાણા મહાજનનાં પ્રમુખ કિરણભાઇ ગણાત્રાએ કેમ્પની મુલાકાત લઇ હર્ષની લાગણી દર્શાવી હતી. મહાજનનાં સભ્યો હર્ષદભાઇ, હિતેશ ઠક્કર, સંજય ઠક્કર, અરવિંદ ઠક્કર, ભરત રાજદે હાજર રહ્યા હતા. ઓપીડી દર્દીઓની સેવામાં પ્રાણલાલભાઇ પુજારા સહયોગી બન્યા હતા. અત્યાર સુધી 10 કેમ્પમાં 1000 દર્દીઓની તપાસ કરી તેમાંથી 190થી વધારે ઓપરેશન ભુજ લોહાણા મહાજનનાં નેજા હેઠળ?કરવામાં આવ્યા છે એવું સહમંત્રી ડો. મહેન્દ્ર ઠક્કરની યાદીમાં જણાવ્યું હતું. મહાજનનાં જનસેવા સમિતિનાં ચેરમેન કમલભાઇ કારીઆએ નેત્રયજ્ઞની રૂપરેખા અને માર્ગદર્શન આપ્યું હતું. કારોબારી સભ્ય મીતભાઇ પુજારાએ આભારવિધિ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer