ગાંધીધામના છેડતી પ્રકરણે આરોપીને દોષમુક્ત કરાયા

ગાંધીધામ, તા. 18 : શહેરના ગણેશનગરમાં દવાની દુકાનમાં યુવતીની છેડતી પ્રકરણમાં આરોપીને નિર્દોષ જાહેર કરાયો હતો.શહેરના ગણેશનગરમાં દવાની દુકાનમાં એક યુવતી દવા લેવા ગઈ હતી. દરમ્યાન દુકાનદાર મુકેશ પચાણ દેવરિયાએ આ યુવતીની છેડતી કરી હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. વર્ષ 2018ના એપ્રિલ મહિનામાં આ ફરિયાદ થયા બાદ દુકાનદારની ધરપકડ કરાઈ હતી. અને તે જામીન ઉપર મુક્ત થયો હતો. આ કેસમાં તમામ આધાર પુરાવા, લેખિત, મૌખિક, દલીલો સાંભળી ન્યાયાધીશ આર.જી. દેવધરાએ આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો આદેશ કર્યો હતો. આરોપીના વકીલ તરીકે ધારાશાત્રી અજમલ સોલંકી હાજર રહ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer