વિવિધ સ્પર્ધામાં વિજેતા માલધારીનું સન્માન

વિવિધ સ્પર્ધામાં વિજેતા માલધારીનું સન્માન
ભુજ, તા. 17 : માલધારી અને સંસ્કૃતિને ઉજાગર કરતા પશુમેળાનું આયોજન બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા કરાયું હતું, જે અંતર્ગત પ્રથમ દિને બપોર પછીના કાર્યક્રમમાં ધારાસભ્ય નીમાબેન આચાર્યે મેળાની મુલાકાત લઇ સંગઠનને પ્રોત્સાહન આપી સંગઠનની ઓફિસ માટેના રોડ બનાવવા માટે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનને રૂા. બે લાખની ગ્રાન્ટ મંજૂર કરી હતી. મેળાના પ્રથમ દિને સાંજના અન્ય કાર્યક્રમમાં માણસ દોડ યોજાઇ હતી જેમાં પ્રથમ જત સરૂ અયુબ (શેરવા), દ્વિતીય સમેજા ઇમામદ્દીન ઇબ્રાહીમ (ડુમાડો), તૃતીય મુતવા અહેમદ સિંધલ (ગોરેવાલી) વિજેતા રહ્યા હતા. જેમને આગાખાન સાવલાણીના હસ્તે પુરસ્કૃત કરાયા હતા. આ ઉપરાંત રાત્રે સિંધી ગુજારતો અને સિંધી મૌલુદના સાંસ્કૃતિક કાર્યક્રમે રંગ જમાવ્યો હતો. આજે બીજા દિવસે પશુમેળાના અંતિમ ચરણમાં સમાપન કાર્યક્રમમાં મહેમાનો દ્વારા વિજેતા પશુપાલકોનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. મેળામાં બન્ની વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઊમટી પડયો હતો. આ વર્ષે વરસાદ સારો હોવાથી પશુપાલકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમાપન કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, જુમાભાઇ રાયમા, હઠુભા જાડેજા, જયંતભાઇ માધાપરિયા, ઇબ્રાહીમભાઇ હાલેપોત્રા, પી. એસ. કછાવા, ઇશાકભાઇ હિંગોરા, ઇશાકભાઇ જત, ઇબ્રાહીમભાઇ જત, લાખુભા જાડેજા અને મામદ આગરિયા મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મેળા દરમ્યાન વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી, જેમાં દૂધ દોહન (ભેંસ)માં પ્રથમ હાલેપોત્રા રમજાન શકુર (ઠીકરિયારો), દ્વિતીય હાલેપોત્રા સાલેમામદ મહેરઅલી (ડુમાડો), તૃતીય મુતવા જરાર હાજીમજુદ (આધિયાંગ), ચોથો હાલેપોત્રા અલાવરિયા હાજીમહેરઅલી (ડુમાડો), પાંચમે હાલેપોત્રા સમીપ શકુર (ઠીકરિયારો), દૂધ દોહન (ગાય)માં પ્રથમ હાલેપોત્રા કલામ અમીન (એરંડાવાલી), દ્વિતીય હાલેપોત્રા અબ્દુલકરીમ દીના (કરનાવલી), તૃતીય હાલેપોત્રા અલીમ મજીદ (ડુમાડો), ચોથો હાલેપોત્રા આલુ જુડલ (કરનાવલી), માલધારીના તંદુરસ્ત પાડા સ્પર્ધામાં પ્રથમ સુમરા ઇબ્રાહીમ સુલેમાન (ઉડઇ), દ્વિતીય નોડે મંઠાર જુસબ (લુડિયા), તૃતીય રહેમતુલા હાજી સાહેબના જત (મોટા સરાડા), ચોથો જીત હાજી અબ્દુલ રહીમ (મોટા સરાડા), પાંચમો હાલેપોત્રા અધુ જાણા (કરનાવલી), તંદુરસ્ત ભેંસના માલિકોમાં પ્રથમ હિંગોરજા જુડિયા અલીમામદ (નાની દદ્ધર), દ્વિતીય હાલેપોત્રા ભચાયા હાજીમહેરઅલી (ડુમાડો), તૃતીય જીત જકરિયા ખેરમામદ (નાના સરાડા), ચોથો હાલેપોત્રા ઇબ્રામ જણા (કરનાવલી), પાંચમો મુતવા મુકીમ આમદ (સીણિયારો), તંદુરસ્ત આખા સ્પર્ધાના વિજેતા માલિકોમાં પ્રથમ હાલેપોત્રા ઇશાક કરીમ (રેલડી), દ્વિતીય હાલેપોત્રા ખમીશા અલાના (હોડકો), તૃતીય હાલેપોત્રા કાસમ ભચલ (કરનાવલી), ચોથો હાલેપોત્રા મીઠાખાન અલાયા (નેરી), પાંચમો હાલેપોત્રા અબ્દુલરહેમાન હાજી જુણસ (શાદઇ), તંદુરસ્ત ગાયના માલિકોમાં પ્રથમ હાલેપોત્રા મુબીન કરમી (રેલડી), દ્વિતીય મુસ્તાક અમીન (એરંડાવલી), તૃતીય ખાનમાદ રમઝાન (રેલડી), ચોથો લુકમાન સુમાર હાલેપોત્રા (હોડકા), પાંચમો સુમાર લુકમાન હાલેપોત્રા (હોડકા) વિજેતા રહ્યા હતા. વિજેતા માલધારીઓને મહેમાનોના હસ્તે ઇનામો અપાયા હતા. મેળામાં વિવિધ કાર્યક્રમોનું સંચાલન ઇશાભાઇ મુતવા દ્વારા કરાયું હતું. સ્પર્ધાઓની વ્યવસ્થા બન્ની વિસ્તારના યુવાનો દ્વારા કરાઇ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer