મોટા કાંડાગરા ગામે દીક્ષા નિમિત્તે 40 લાખના ખર્ચે નિર્મિત ઘાસ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરાયું

મોટા કાંડાગરા ગામે દીક્ષા નિમિત્તે 40 લાખના ખર્ચે નિર્મિત ઘાસ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરાયું
ભુજ, તા. 17 :મુંદરા તાલુકાના મોટા કાંડાગરા ગામે મુમુક્ષુ પ્રતીકકુમાર છેડાની તા. 20 નવેમ્બરે થનારી દીક્ષા નિમિત્તે આયોજિત ચાર દિવસીય મહોત્સવના પ્રથમ દિવસનો પ્રારંભ અચલગચ્છાધિપતિ શ્રીમદ ગુણોદયસાગરસૂરિશ્વરજી મ.સા. આદિઠાણાના પ્રવેશ સાથે થયો હતો.  સાધ્વી જ્યોતિકલાશ્રીજી મ.સા.ના શિષ્યા સાધ્વી જૈનમકલાશ્રીજીના શ્રેણિક તપની અનુમોદનાર્થે કાંડાગરા જીવદયા અને પાંગળાપોળ ટ્રસ્ટના નવનિર્માણ પામેલા ઘાસ સંગ્રહાલયનું ઉદ્ઘાટન દાતા દુર્ગેશભાઇ છેડાના હસ્તે કરાયું હતું. રૂા. 40 લાખના ખર્ચથી નિર્માણ પામેલા 7000 ફૂટના આધુનિક ઘાસ સંગ્રહાલયના ઉદ્ઘાટન પ્રસંગે આચાર્યશ્રીના માંગલિક સાથે પ્રિયંકરસાગર મ.સા.એ અબોલ જીવો માટે આ કાર્ય કરવા બદલ દાતાઓ તથા શ્રી છેડાએ ભાવિક સંઘ દ્વારા મળેલા દાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ઉદ્ઘાટન પ્રસંગે દાતા દુર્ગેશભાઇ તથા મહાજન પ્રમુખ દેવચંદભાઇ અને નવદીક્ષાર્થી પ્રતીકકુમારનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન તથા સ્વાગત જૈન સમાજરત્ન તારાચંદભાઇ?છેડાએ કર્યું હતું. આચાર્ય વીરભદ્રસાગર મ.સા., ગામના આગેવાનો અને મુંબઇ વસતા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આગેવાન ગિરીશભાઇ છેડા, ટ્રસ્ટી નેમચંદભાઇ ગાલા, ધીરજભાઇ ગાલા, ગુલાબભાઇ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer