નલિયાનું કૌશલ્યવર્ધન કેન્દ્ર સાત માસથી સદંતર ઠપ

નલિયા, તા. 17 : અહીં કાર્યરત કૌશલ્યવર્ધન કેન્દ્ર છેલ્લા સાત માસથી બંધ હોતાં તાલીમ ઇચ્છુક બેરોજગારોને તાલીમ મળવાની બંધ થઇ ગઇ છે.ખાસ કરીને મહિલાઓ માટે ઉપયોગી એવા કૌશલ્યવર્ધન કેન્દ્રમાં સીવણ, કોમ્પ્યુટર, બ્યૂટીપાર્લરની એક એક મહિનાની તાલીમ અપાતી હતી. નવાં નાણાકીય વર્ષથી બંધ કરવામાં આવી છે.મકાન ભાડાંના મુદ્દે જિલ્લામાં જ્યાં જ્યાં કૌશલ્યવર્ધન કેન્દ્રો હતા ત્યાં બંધ કરવામાં આવ્યા છે. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સંચાલિત કૌશલ્યવર્ધન કેન્દ્ર માટે રેન્ટ ફ્રી (ભાડા વગરનું મકાન) મળે ત્યાં જ આવા વર્ગ ચાલુ કરવાનો આદેશ હોવાના કારણે કૌશલ્યવર્ધન કેન્દ્ર બંધ કરાયું છે.આમ તો આવા કેન્દ્રના સંચાલન માટે ખાનગી પાર્ટીને કોન્ટ્રેક્ટ અપાયો હતો પણ હવે ભાડાં વગરનું મકાન નહીં મળે ત્યાં સુધી આવા કેન્દ્રો બંધ રહેશે તેવું જાણવા મળે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer