વડોદરામાં આપઘાત કરનારી ભુજની યુવતીના પતિ-નણદોઇયાની ધરપકડ

ભુજ, તા. 17 : માવિત્રેથી રૂપિયા લઇ આવવા અને દહેજ ન લઇ આવવાના કારણોસર અપાતો ત્રાસ સહન ન થવાથી ગળેફાંસો ખાઇને વડોદરા ખાતે આત્મહત્યા કરનારી ભુજની યુવતી મોનિકાના કિસ્સામાં વડોદરાના કારેલીબાગ પોલીસ મથકે મરનારના પતિ રોનક અનિલભાઇ ઠક્કર પૂજારા અને નણદોઇયા મનદીપની ધરપકડ કરી હતી. સત્તાવાર સાધનો પાસેથી મળેલી માહિતી મુજબ મોનિકાના પિતા ભુજના જેષ્ટારામભાઇ ઠક્કરે આ પ્રકરણમાં આત્મહત્યા માટે દુપ્રેરણની ફરિયાદ લખાવી હતી. આ પછી કારેલીબાગ પોલીસે પતિ રોનક અને નણદોઇયા મનદીપની ધરપકડ કરી હતી. પોલીસની કાર્યવાહીના પગલે મોનિકાના સાસુ  માલતીબેન અને નણંદ મીતલબેન હાલતુરત ફરાર થઇ ગયા છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer