આદિપુરમાં દીવાલની ઓથમાં ગંજીપાનાં વડે જુગાર રમતા આઠ ખેલી સકંજામાં

ગાંધીધામ, તા. 17 : આદિપુરના તોલાણી કોલેજ સર્કલ નજીક દીવાલની ઓથમાં જુગાર રમતા 8 શખ્સોને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 11,340 સાથે પકડી પાડયા હતા. આદિપુરના તોલાણી કોલેજ સર્કલ નજીક આજે બપોરે જુગાર ખેલાતી હતી. એસ.ઓ.જી.ની કચેરી નજીક આવેલા આ સર્કલ પાસેની દીવાલની આડમાં ખેલૈયાઓ પત્તાં ટીંચી રહ્યા હતા. દરમ્યાન પોલીસ ત્રાટકી હતી અને ઘેલા રણછોડ મકવાણા, જીતુ આલા મારવાડા, વિક્રમ વાસુ નાગલા (આહીર), લક્ષ્મણ અશોક સાંખલા, સુનીલ ગોપાલ ચૌહાણ, વિનોદ દિલીપ ગઢવી, દિનેશ જાદવજી સોરિયા અને નીતિનગર નથુગર ગુંસાઇ નામના શખ્સોને દબોચી લીધા હતા. ગંજીપાના વડે હારજીતનો જુગાર ખેલી પોતાનું નસીબ અજમાવતા આ ખેલીઓ પાસેથી રોકડ રૂા. 11340, 7 મોબાઇલ એમ કુલ રૂા. 31,340નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer