મોટા રણના મીઠા ઉદ્યોગોમાં જવા બીએસએફ દ્વારા નિયમો હળવા બનાવો

ભુજ, તા. 17 : મોટા રણમાં આવેલા મીઠા ઉદ્યોગોમાં જવા ઇચ્છુક નાગરિકો, રજૂઆતો કે લોક પ્રતિનિધિ, આગેવાનો બીએસએફના માધ્યમથી અટકાવી અન્યાય કરાઇ?રહ્યો હોવાની જિલ્લા કલેક્ટરને  સરહદ વિકાસ સેવા સમિતિએ ફરિયાદ કરી નિયમો હળવા બનાવવા માંગ કરી હતી. બે કંપનીઓ હાજીપીરથી અંદાજિત 25થી 30 કિ.મી. દૂર આવેલી છે. આ ઉપરાંત આ કંપનીઓની નજીક હાલમાં અન્ય કંપનીઓને પણ મીઠું તથા મીઠાં આધારિત કેમિકલ પ્રોજેક્ટ સ્થાપવા હજારો એકર જમીન મંજૂર કરવામાં આવી છે. હાલની કાર્યરત એવી બંને કંપનીઓ દ્વારા હાજીપીરથી કંપની સુધી જવા માટે 25થી 30 કિ.મી. સુધીનો લાંબો માર્ગ બનાવ્યો છે અને હાજીપીરથી માત્ર 2 કિ.મી. નજીક બંને કંપનીઓના રસ્તાપર બીએસએફની ચોકીઓ કાર્યરત છે. કંપનીમાં કોઇપણ વ્યકિત જાય ત્યારે આ ચોકીઓ પર તૈનાત કર્મચારીઓ દ્વારા જે કંપનીમાં જવું હોય તે કંપનીના પ્રતિનિધિને ટેલિફોનિક જાણ કરે છે અને જો તેઓ સહમતી આપે તો મુલાકાતી રજિસ્ટરમાં તેનું નામ, સરનામું અને આધારકાર્ડ અથવા ચૂંટણીકાર્ડના નંબરની નોંધણી કરી મુલાકાતીની સહી લઇ તેણે આપેલી ઓળખના આધારને જમા લઇ જવા દેવામાં આવે છે, પરંતુ જો કંપની સત્તાવાળાઓ અંદર ન આવવા દેવા માગતા હોય તો કંપની આપના પ્રવેશ માટે મનાઇ ફરમાવે છે તેવું કહી ત્યાંથી પરત રવાના કરવામાં આવે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer