આહીરપટ્ટી તાવના સકંજામાં જાણે કેદ: કાળી તળાવડી ગામના યુવાનનું મૃત્યુ

રાયધણપર (તા. ભુજ), તા. 17 : કમોસમી વરસાદનો કહેર તો કદાચ આહીરપટ્ટીમાં હમણા જ આવ્યો પરંતુ તાવની બીમારીના મારે તો આ પંથકને છેલ્લા 15-20 દિવસથી ભરડામાં લીધો છે અને નાગોરમાં યુવાન ઉપરાંત ઢોરીમાં મહિલાનું તાવની બીમારીમાં મૃત્યુ બાદ હવે કાળી તળાવડીમાં પણ તાવે વધુ એક યુવાનનો ભોગ લીધો છે. છેલ્લા કેટલાક દિવસથી તાવની બીમારીમાં પટકાયેલા કાળીતળાવડીના 18 વર્ષીય યુવાનનું શુક્રવારે મૃત્ય થયું હતું. હાલ પણ આ પંથકમાં તાવની બીમારી ઘરોઘર છે અને સવાર પડે મોટા ભાગના પરિવારોને સારવાર માટે દવા માટે ભુજ જવાનો જાણ કે નિત્યક્રમ થઈ ગયો હોય તેમ સવાર પડેને ભુજ તરફ પ્રવાહ શરૂ થાય છે. આ પંથકમાં મોટો સામૂહિક આરોગ્ય કેમ્પ યોજી પરીક્ષણ કરી તાવની આગળ વધતી બીમારી રોકવાનો પ્રયત્ન થાય તે સમયની માંગ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer