જિલ્લામાં કેરોસીનના જથ્થાબંધ અને છૂટક નવા ભાવો મુકરર કરાયા

ભુજ, તા. 17 : જિલ્લા કલેકટર નાગરાજન એમ. દ્વારા બહાર પાડેલા જાહેરનામા મુજબ ઘરગથ્થુ વપરાશ માટેના કેરોસીનના જથ્થાબંધ અને છૂટક ભાવ નકકી કરાયા છે. આ અંતર્ગત ગાંધીધામ તાલુકા માટે એક લિટરે રૂા.34.79, અંજાર તાલુકો રૂા.34.86, ભચાઉ તાલુકો રૂા. 34.94, ભુજ તાલુકો રૂા. 35.11, મુંદરા  તાલુકો રૂા. 35.11, રાપર તાલુકો રૂા. 35.20, નખત્રાણા તાલુકો રૂા. 35.32, માંડવી તાલુકો રૂા. 35.33, અબડાસા મુ. નલિયા તાલુકો રૂા. 35.48, લખપત મુ. દયાપર તાલુકો રૂા. 35.60 આ ભાવો જિલ્લાના તાલુકાના મુખ્ય મથકના હોઇ, કેરોસીનના ઓઇલ કંપનીના જથ્થાબંધ વિક્રેતાઓ કેરોસીનના છૂટક વિક્રેતાના સ્થળ સુધી  ડિલિવરી આપવા જાય ત્યારે 10 કિલો મીટરના દરેક સ્ટેજે વધુમાં વધુ 50 કિલો મીટર સુધી એક લિટરે પાંચ પૈસા (વધુમાં વધુ પચ્ચીસ પૈસા સુધી) જથ્થાબંધ ભાવ ઉપરાંત વધુ સ્ટેજ ચાર્જ લઇ શકશે અને લીધેલા સ્ટેજ ચાર્જ ઉપર 5 ટકા જી.એસ.ટી. લગાડીને જથ્થાતબંધ વિક્રેતાએ બિલ અંકારવાનું રહેશે. કેરોસીનના છૂટક વિક્રેતા સ્ટેજ ખર્ચની રકમ બિલ મુજબ ગણતરી કરતા નજીકના પાંચ પૈસાના ગુણાંકમાં છૂટક વિક્રેતા કેરોસીનના વેચાણ બિલ બનાવી કેરોસીનનું વેચાણ કરી શકશે, એમ જાહેરનામામાં જણાવાયું છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer