પલાંસવામાં આકાશી વીજળી પડવાથી લાગેલી આગમાં ચારાનો જથ્થો નષ્ટ

પલાંસવામાં આકાશી વીજળી પડવાથી લાગેલી આગમાં ચારાનો જથ્થો નષ્ટ
પલાંસવા (તા. રાપર), તા. 16 : આ ગામે તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે આકાશી વીજળી પડતાં પલાંસવા રણ પૂરતી જ ગૌશાળામાં આવેલા વરંડામાં એકાએક આગ લાગતાં આશરે પચાસથી સાઈઠ ટ્રેકટર ચારો બળીને ખાખ થઈ ગયો હતો. જેના કારણે આ ગૌશાળામાં આશરે પાંચેક લાખની રકમનું નુકસાન થયાની દહેશત સેવાય છે. પલાંસવા ગામે આવેલી આ ગૌશાળા કદાચ સમગ્ર ગુજરાતમાં એક એવી ગૌશાળા છે જે અયાચક  વ્રત પાળે છે. આ ગૌશાળાએ ક્યારેય કોઈની પાસે  કોઈ પણ પ્રકારના દાનની માગણી કરી નથી. વ્યાપક પ્રમાણમાં લાગેલી આગને કાબૂમાં લેવા પલાંસવાના દરેક સમાજના વ્યક્તિઓએ જહેમત ઉઠાવીને રાત્રે આગને કાબૂમાં લીધી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer