`બાનિયારી રણકાંધી પર મૃત પક્ષીઓની જંગલી પ્રાણીઓ જયાફત માણે છે''

`બાનિયારી રણકાંધી પર મૃત પક્ષીઓની જંગલી પ્રાણીઓ જયાફત માણે છે''
ચોબારી (તા.ભચાઉ), તા. 16 : બાનિયારી ગામ પાસેની રણકાંધી પરના ખેતરમાં જે સ્થળે મોટા પ્રમાણમાં પક્ષીઓનાં મૃતદેહો અને ઘાયલ પક્ષીઓ મળી આવ્યા તે સ્થળની આજે બીજા દિવસે કચ્છમિત્રની ટીમે મુલાકાત લેતાં રણની કાંધી પર હજુ પણ કેટલાક પક્ષીઓનાં મૃતદેહોની કૂતરાં, શિયાળ અને બિલાડા જેવા જંગલી પ્રાણીઓ જયાફત માણતા દેખાયા હતા. જે ખેતરમાંથી ગઇકાલે પક્ષીઓ મળી આવ્યા તેની આસપાસ હથેળી જેવડા કદના કરા પડયા હોવાનું નજરે જોનારા માલધારીઓએ જણાવ્યું હતું. રણની કાંધી પર પાણીના કિનારે બતકાં ઉપરાંત સાતથી આઠ જેટલા મરેલા કરકરાનાં મૃતદેહો છૂટાછવાયા જોવા મળ્યા હતા. ક્યાંક પક્ષીઓના મૃતદેહો દૂર સુધી પ્રાણીઓ લઇ ગયા હોવાનું માલધારીઓએ જણાવ્યું હતું. દૂર સુધી ગ્રેટર ફ્લેમિંગોનાં ટોળાં નજરે પડયાં હતાં. સદ્ભાગ્યે તેઓ આ કુદરતી આફતથી બચી જવાં પામ્યાં હતાં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer