ભુજમાં પાણીની મુખ્ય લાઈનમાં ગાબડું પડતાં ગામમાં પાણી વહ્યાં

ભુજમાં પાણીની મુખ્ય લાઈનમાં ગાબડું પડતાં ગામમાં પાણી વહ્યાં
ભુજ, તા. 16 : ભુજમાં કાળાભાઈના ડેલા પાસે પાણીની મુખ્ય લાઈનમાં ગાબડું પડતાં મોટી માત્રામાં પાણી વહી નીકળ્યાં હતાં. પાણીના પ્રેશરને કારણે એક તબક્કે ઈન્ટરલોકથી મઢેલો માર્ગ હલક ડોલક થતાં લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. અહીંથી મુખ્ય ગટરલાઈન પસાર થતી હોવાથી મુશ્કેલીમાં વધરો થયો હતો અને ગટરનાં પાણી પણ વહી નીકળતાં વાતાવરણ દુર્ગંધયુક્ત થઈ ઊઠયું હતું. જો કે વિસ્તારના નગરસેવક જગત વ્યાસ તેમજ ભૌમિક વચ્છરાજાનીને આ અંગેની જાણ કરાતાં સુધરાઈની ટીમને તાત્કાલિક મરંમત કામમાં લગાડી હતી. મોડી સાંજે કામ પૂર્ણ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer