ઘનકચરા સામે વાડાના ગ્રામજનો લાલઘૂમ

ઘનકચરા સામે વાડાના ગ્રામજનો લાલઘૂમ
અંજાર, તા. 16 : તાલુકાના વાડા ગામે ગાંધીધામ નગરપાલિકાના ઘનચકરાના વિરોધમાં ગ્રામજનોની સરપંચ જેનાબેન આમદના અધ્યક્ષ સ્થાને ખાસ ગ્રામસભા યોજાઈ હતી. ગ્રામ સભામાં અંજારના પ્રાંત અધિકારી શ્રી જોશી, અંજાર મામલતદાર એ બી મંડોરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ કાફલો, નાયબ મામલતદાર ધાસુરા, ગાંધીધામ નગરપાલિકાના ચીફ ઓફિસર મેડમ તેમજ શ્રી જાડેજા, ગાંધીધામ નગરપાલિકાના અધિકારીઓ અને વિપક્ષી નેતા વી.કે. હુંબલ, આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લાના પ્રમુખ રોશનઅલી સાંઘાણી, ચંદિયા તાલુકા પંચાયત સીટના સભ્ય દેવજી ભાઇ સોરઠિયા, જિલ્લા પંચાયત સીટના મ્યાજરભાઇ , નિંગાળના સરપંચ, પાંતિયાના સરપંચ, લોહારિયાના સરપંચ, ચંદીયાના સરપંચ, ચુબડક, ગંડેર, પખેરા,  તેમજ આજુબાજુના ગામડાના સરપંચો તથા વિવિધ ગામના  લોકો  ઉપસ્થિત રહ્યા હતા અને  વાડા ગામ મધ્યે ફીલિપ એઇડ્સ સેન્ટરના ડાયરેક્ટ પોલ ફાધરે પોતાનો વિરોધ દાખવ્યો હતો અને વાડા ગામના પૂર્વ સરપંચ અને હાલના સરપંચના પતિ આમદ કારા કેવરે આ હુકમ રદ કરવા રજૂઆત કરી હતી .ડેપ્યુટી કલેક્ટરે આ હુકમ અંગે ફેર વિચારણા અને ચર્ચા કરશું તેવું આશ્વાસન આપ્યું હતું.  આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રોશનઅલી સાંઘાણીએ કચરાના વિરોધમાં ગ્રામજનોને આપ,પાર્ટીનો સાથ જોઈશે તો આપ પાર્ટી  દ્વારા કોર્ટમાં રિટ દાખલ કરવામાં આવશે એવું જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer