બાબા સાહેબના જીવનમાંથી પ્રેરણા લેવા કરાયેલી હાકલ

બાબા સાહેબના જીવનમાંથી પ્રેરણા લેવા કરાયેલી હાકલ
ભુજ, તા. 16 : ઓલ ઇન્ડિયા પી.એન્ડ ટી. એસ.સી. એસ.ટી. એમ્પ્લોયઝ વેલ્ફર એસોસિયેશનની ત્રિવાર્ષિક સાધારણ સભા તેમજ `મા સાવિત્રીબાઇ ફુલે' વિદ્યાર્થી સન્માન સમારંભ નિવૃત્ત કર્મચારીઓનો વિદાય સમારંભ ભુજ ખાતે એસ.પી. એમ. કોડાય ડી. કે. ડુંગરખિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. અતિથિ વિશેષ તરીકે કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા, મુંદરા કોલેજના પ્રોફેસર ડો. લાલજીભાઇ ફુફલ, કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત મહેમાનો તરીકે આર. એન. મહેશ્વરી, એન.ડી. ચાવડા,, વી.બી. મહેશ્વરી, કે.પી. ઝેન, દેવજીભાઇ ચાવડા, શ્રી વાણિયા તથા તેમની ટીમના પાંચ સભ્યો રાજકોટથી શ્રી ચાંડપ્પા તેમજ અન્ય ચાર સભ્યો હાજર રહ્યા હતા.મહેમાનોના હસ્તે કર્મચારીઓના સંતાનો, વિદ્યાર્થી ભાઇ-બહેનોનું સન્માન કરી ભેટો આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાંસદ શ્રી ચાવડાએ પ્રવચનમાં આયાજનની સરાહના કરી હતી. ડો. ફુફલે બાબા સાહેબના જીવન કવન અને સંઘર્ષમય જીવનમાંથી પ્રેરણા લેવાની શીખ આપી સાથે સમાજ જીવનમાં દરેકે હર સંભવ મદદરૂપ થઇ સમાજને આગળ લાવવાની ભલામણ કરી હતી. એન.ટી. ખોખર, બચુભાઇ ગરવા, થાવરભાઇ મહેશ્વરીને વયમર્યાદાને કારણે નિવૃત થતાં વિદાયમાન આપવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન હરિલાલભાઇ બુચિયાએ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન વાસુભાઇ મહેશ્વરીએ કર્યું હતું. મંત્રી એલ.પી. ચાવડા, બી.આર. રાઠોડ, ડાયાલાલ સીજુ, હરિલાલભાઇ બુચિયા, અરજણ સીજુ, બાબુલાલ ભાભોર, રાણાભાઇ સીજુ, જે.એન. મારવાડાએ સહયોગ આપ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer