દુનિયાના સફળ સુકાની તરીકે કોહલીએ કરી બોર્ડરની બરોબરી

ઈન્દોર, તા. 16 : ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઈન્દોરમાં બાંગલાદેશ સામે જીત નોંધાવીને વધુ એક વિક્રમ પોતાના નામે કર્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં કોહલી સૌથી વધુ જીત અપાવનારા કેપ્ટનોમાં પાંચમા ક્રમાંકે પહોંચ્યો છે. વિરાટ કોહલીએ બાંગલાદેશ સામે જીતથી ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ કેપ્ટન એલન બોર્ડરની બરાબરી કરી છે. કોહલીએ ભારતીય ટીમના કેપ્ટન તરીકે 52 ટેસ્ટ મેચમાંથી 32માં જીત મેળવી છે.  જ્યારે એલન બોર્ડરે પોતાના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાને 92માંથી 32માં જીત અપાવી હતી. આ રીતે કોહલીએ બોર્ડર કરતાં ઓછી મેચમાં 32 ટેસ્ટ જીત મેળવી છે. ભારતીય કેપ્ટનોની વાત કરવામાં આવે તો કોહલી સૌથી વધુ ટેસ્ટ જીત અપાવનારો કેપ્ટન છે. મહેન્દ્રસિંહ ધોની અને સૌરવ ગાંગુલી જેવા દિગ્ગજ ખેલાડીઓ કેપ્ટન કોહલી કરતાં પાછળ છે. ધોનીના નેતૃત્વમાં ભારતે 60 ટેસ્ટ મેચમાંથી 27મા જીત મેળવી હતી. વિરાટ કોહલી 2014માં ટેસ્ટમાં ભારતીય ટીમનો કેપ્ટન બન્યો હતો. 2014માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ ઉપર ધોનીના ટેસ્ટમાંથી સંન્યાસ બાદ કોહલીને કમાન સોંપવામાં આવી હતી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer