નંબર વન ખેલાડી તરીકે સિઝનનો અંત કરશે રાફેલ નાદાલ

લંડન, તા. 16 : સ્પેનનો દિગ્ગજ ટેનિસ ખેલાડી રાફેલ નાદાલ ભલે પોતાનો પહેલો એટીપી ફાઈનલ્સ ખિતાબ જીતી શક્યો નથી પણ તે વર્ષના અંતમાં દુનિયાનો નંબર વન ખેલાડી બની રહેશે. ઈજાનો સામનો કર્યા બાદ લંડનમાં રમનારા સ્પેનિશ ખેલાડીની શરૂઆત સારી રહી નહોતી અને રાઉન્ડ રોબિન આધારે થનારા ટૂર્નામેન્ટના પહેલા મેચમાં વર્તમાન ચેમ્પિયન જેવરેવ સામે સીધા સેટમાં હારનો સામનો કરવો પડયો હતો. જો કે ત્યાર બાદ નાડાલે ડેનિલ મેદવેદેવ અને સ્ટેફનોસ સિટસિપાસને હરાવ્યા હતા પણ આ બન્ને જીત ફાઈનલમાં પહોંચવા માટે પર્યાપ્ત નહોતી. બીજા ગ્રુપમાં નોવાક જોકોવિચ પણ સેમીફાઈનલમાં પહોંચી શક્યો નહોતો જેના કારણે નાદાલનું નંબર વનનું સ્થાન નિશ્ચિત રહ્યું હતું અને હવે પાંચમી વખત નાડાલ વર્ષના અંતમાં નંબર વન ઉપર રહેશે અને રોજર ફેડરર તેમજ જોકોવિચની બરાબરી કરશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer