જખૌના દરિયામાં વાડા પદ્ધતિ અને મોટા લંગરની માછીમારી બંધ કરાવો

નલિયા, તા. 16 : જખૌના દરિયામાં મોટા કાઠ, વાડા પદ્ધતિ અને મોટા લંગરથી થતી માછીમારી બંધ કરાવવા જખૌ સર્વોદય મત્સ્યોદ્યોગ સેવા સહકારી મંડળી લિ.એ માગણી કરી છે. એક મહિનાની અંદર ઉપરોક્ત પદ્ધતિથી ફિશિંગ બંધ નહીં કરાય તો આંદોલનની ચીમકી આપી છે. જખૌ સર્વોદય મત્સયોદ્યોગ સેવા સહકારી મંડળી લિ.ના પ્રમુખ જત આદમ ઈબ્રાહીમ અને 84 જેટલા નાના માછીમારોએ સંયુક્ત સહીથી મદદનીશ મત્સયોદ્યોગ નિયામક ભુજને આપેલ આવેદનપત્રમાં જખૌના દરિયામાં નાના અને પગડિયા માછીમારો ક્રીકમાં  ફિશિંગ કરે છે જેમને મોટા કાઠ, વાડા પદ્ધતિથી અને મોટા લંગરથી થતી ફિશિંગના કારણે  નાના માછીમારોને અસહ્ય સગવડ થવાની સાથે માછલીનો જથ્થો મળતો નથી. એટલું અપૂરતું હોય તેમ મોટા ટ્રોલર દ્વારા ક્રીક પાસે ફિશિંગ કરાતાં માછીની જાળોને નુકસાન થાય છે. વિવિધ ક્રીકો પાસે આર્ચીયન કંપની, અલ્ટ્રાટેક, એ.બી.જી., સાંઘીના જહાજના કારણે ક્રીક પાસે માછીમારી માટે જગ્યા ઓછી રહી છે. જેના કારણે નાના અને પગડિયા માછીમારોને અસહ્ય તકલીફ થાય છે. મોટી બોટો અને ટ્રોલરને ક્રીક પાસે માછીમારી માટે પરવાનગી ન આપવાની માગણી કરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer