કચ્છથી પાલનપુરની ટેનો જૂના સમય મુજબ દોડાવવા માંગ

ગાંધીધામ, તા. 16 : કચ્છથી પાલનપુર તરફ જતી ટેનને જૂના સમયપત્રક મુજબ ચલાવવા   ગાંધીધામના નાગરિકોએ માંગ કરી હતી. શહેરના મનોજભાઈ ઈશરાની, ચમનભાઈ  પંચાલ, હરેશભાઈ ક્રિપલાણીએ એક યાદીમાં જણાવ્યું હતું કે રેલ વિભાગ દ્વારા પાલનપુર રૂટના સમયમાં ફેરફાર કરવાથી  યાત્રિકોને મુશ્કેલી  ભોગવવી પડે છે. હાલના સમયની સ્થિતિએ મુસાફરોને  મોંઘાં રિક્ષા ભાડાં ચૂકવવાં પડે છે. તેમજ  કચ્છથી પાલનપુર તરફની  ટેન મોડી પહોંચતાં  અમદાવાદ -અજમેર  અને  હરિદ્વાર મેલ ટેન ચૂકી જવાય છે.  પાલનપુરથી   ગાંધીધામ  આવવા  માટે  દિવસે  એક  ટેન સેવા અપાઈ જેમાં  મુસાફરોની સંખ્યા વધુ હોવાથી ત્રીઓ અને વરિષ્ઠ નાગરિકોને શાચાલય સુધી પહોંચવામાં  અગવડતા  પડી રહી છે.જૂના સમય મુજબ  આ રૂટની ટેન ચલવવામાં આવે તો મધ્યમ અને ગરીબવર્ગની સુવિધામાં  વધારો થશે તેવું તેમણે ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer