રાજ્યની ઉત્કૃષ્ટ સહકારી બેંકોનું જિલ્લાનું પ્રથમ શિલ્ડ ગાંધીધામને

ગાંધીધામ, તા 16 : ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા નાગરિક સહકારી બેંકો માટેની શિલ્ડ હરીફાઈમાં અહીંની ગાંધીધામ કો-ઓપરેટિવ બેંક કચ્છની પ્રથમ પ્રભાવક શિલ્ડ અને પ્રશસ્તિપત્ર માટે પસંદગી પામી છે. વર્ષ 2018-19 દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનારી બેંકોની આ હરીફાઈમાં કચ્છ જિલ્લાની જૂનામાં જૂની અને વર્ષ 1951માં સ્થપાયેલી ગાંધીધામ કો ઓપ.બેંક પ્રથમ ઈનામને લાયક ઠરતાં આ બેંકના બોર્ડ ઓફ ડાયરેકટર્સ, અધ્યક્ષ કિશનચંદ ગનવાણી, ઉપાધ્યક્ષ અશોક જી. દરિયાણી, મેનેજિંગ ડાયેરકટર પ્રેમ એસ.લાલવાણી  તથા સીઈઓ ગુલ બેલાણીએ હર્ષની લાગણી વ્યકત કરી હતી. બેંકના આ અગ્રણીઓએ આ સિદ્ધિ બદલ બેંકના તમામ સભાસદો તથા ગ્રાહકો-ખાતેદારો પ્રત્યે અભિનંદન પ્રગટ કર્યા હતા. કચ્છમાંથી ઉત્કૃષ્ટ કામગીરીનું વર્ષ 2018-19નું આ શિલ્ડ મેળવનારી ગાંધીધામ કો.ઓપ.બેંક એકમાત્ર બની હતી તેવું બેંકના સીઈઓની એક યાદીમાં જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer