30 ડિસે.ના કચ્છી ભાષાની જાણ-સુજાણ પરીક્ષાઓ

મોટા લાયજા (તા.માંડવી), તા.16 : વિશિષ્ટ સાંસ્કૃતિક વિરાસત ધરાવતાં કચ્છ પ્રદેશની પોતીકી પહેચાન એવી મા બોલી કચ્છી ભાષાનાં પ્રચાર-પ્રસાર અને સંવર્ધન હેતુ નારાયણ જોશી કારાયલ સંસ્થાપિત કચ્છી સાહિત્ય કલા સંઘ દ્વારા છેલ્લા વીસ વર્ષોથી કચ્છી ભાષાની જાણ-સુજાણ પરીક્ષાઓ લેવાઈ રહી છે, જેમાં ચાલુ સાલે કચ્છી પરીક્ષાઓનો વીસમો પ્રયોગ આગામી 30 ડિસેમ્બરે સોમવારે કરાશે. જિલ્લાભરમાં પથરાયેલા 164 કેન્દ્રો ઉપર જાણ પરીક્ષામાં 4548 અને સુજાણનાં 509 વિદ્યાર્થીઓ મળી કુલ 5057 પરીક્ષાર્થીઓ કચ્છી ભાષાની પરીક્ષાઓ આપશે. ઉલ્લેખનીય છે કે, ચાલુ સાલે મુંબઈ ખાતે પણ પાંચ કચ્છી પરીક્ષા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer