આજે ભુજમાં ઈન્ટરનેશનલ રોડ ટ્રાફિક વિક્ટીમ દિને જનજાગૃતિ અભિયાન

ભુજ, તા. 16 : દર વર્ષે નવેમ્બર માસના ત્રીજા રવિવારે રોડ ટ્રાફિકમાં ભોગ બનેલા લોકોને યાદ કરવાના દિવસ તરીકે આંતરરાષ્ટ્રીય લેવલે તેની ઉજવણી કરવામાં આવે છે. તેના ભાગરૂપે જિલ્લા પ્રશાસનના પશ્ચિમ કચ્છ પોલીસ, આર.ટી.ઓ. તંત્ર તથા આરોગ્ય તંત્રના સથવારે કચ્છ જિલ્લાના મુખ્યમથક ખાતે આવતીકાલે તા. 17-11ના રવિવારે સવારે 10.00 વાગ્યે જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રોટરી દ્વારા રોડ અકસ્માતના ભોગગ્રસ્તોને અંજલિ આપી આવી પરિસ્થિતિ નિવારવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. પ્રોજેક્ટ ચેરમેન રોટે. પ્રફુલ્લ ઠક્કરના જણાવ્યા અનુસાર આ પ્રસંગે નીમાબેન આચાર્ય (ધારાસભ્ય, ભુજ), લતાબેન સોલંકી (નગર અધ્યક્ષા-ભુજ), ડો. કશ્યપ બૂચ (જિલ્લા સિવિલ સર્જન), જે.એન. પંચાલ (ડીવાય.એસ.પી.-ભુજ), બી.એમ. દેસાઈ (ડીવાય.એસ.પી. એચક્યુ), ડી.એચ. યાદવ આર.ટી.ઓ., એમ.આર. ગજ્જર એ.આર.ટી.ઓ., પ્રમુખ નીતિન સંઘવી તથા મંત્રી અભિજિત ધોળકિયા વગેરે ઉપસ્થિત રહેશે. આ જનજાગૃતિ અભિયાનમાં વી.બી. ઝાલા (ટ્રાફિક પી.એસ.આઈ.)ની આગેવાની હેઠળ જિલ્લા ટ્રાફિક પોલીસ ટીમ, કુ. વૈદેહી ડોડિયાની આગેવાની હેઠળની રોટરેક્ટ ટીમ તથા આશુતોષ શાહની આગેવાની હેઠળની ઈન્ટરેક્ટ (વી.ડી. સ્કૂલ) ટીમ  સેવાઓ આપશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer