અંજારમાં લોકસેવાના વિવિધ પ્રકલ્પ શરૂ

અંજારમાં લોકસેવાના વિવિધ પ્રકલ્પ શરૂ
અંજાર, તા. 13 : જાયન્ટસ ગ્રુપ ઓફ સહેલી અંજાર દ્વારા વેલ્ફેર ફાઉન્ડેશન 3બી એકમના આઠ અને દશ વિભાગોની બહુએકમીય પરામર્શ બેઠક અંજાર ખાતે યોજાઈ હતી. જેમાં લોકસેવાના વિવિધ પ્રકલ્પો ખુલ્લા મુકાયા હતા. આ પ્રસંગે રાજ્ય પ્રમુખ નિષધ મહેતાએ સંસ્થાના વિકાસ અને વિસ્તારની વિગતો આપી હતી. બેઠકના માર્ગદર્શક શાંતિલાલ મોતાએ `જૂથ વધારો સેવા વધારો'ની વાત કરી હતી. દરેક એકમના પ્રકલ્પોની માહિતી મીનાબેન વાઘમશી અને કલ્પનાબેન જોશીએ આપી હતી. બેઠકમાં `પ્લાસ્ટિક હટાવો' ઝુંબેશને વેગવંતી બનાવવાના ભાગરૂપે તે અંગેના બેનર્સ સાથે પ્રકલ્પોની વિગતો ઈશ્વરભાઈ ગણાત્રાએ આપી હતી. અને વર્ષા સોરઠિયાના સહયોગથી કાપડની થેલીઓનું વિતરણ કરાયું હતું. દાતા અશોક તલરેજાના સહયોગથી એક જરૂરતમંદ બાળકને ટ્રાઈસિકલ તથા અંજાર સાહેલીસ દ્વારા એક કન્યા શાળાની છાત્રાઓ માટે સેનેટરી પેડ મશીન ભેટ અપાયા હતાં. સફળ આયોજન બદલ અધ્યક્ષ ડે.સુનિતા દેવનાનીનું જયુપીટર ફાઉન્ડેશનના પ્રદીપ ભાનુશાલીએ સન્માન કર્યું હતું. આયોજનમાં રુચિકુમારી, શાખા પ્રેરક પંકજબાળા આહીર, મનીષા વોરા, સરિતા, રીચા ટંડન, કોમલ વાસવાણી, કામિની ધોળકીઆ તથા અન્યોએ સાથ આપ્યો હતો. સંચાલન વૈશાલી કતિરાએ કર્યું હતું. વિવિધ એકમના અગ્રણીઓ તેજાભાઈ કાનગડ, દિનેશ શાહ, રાજેશ ભટ્ટ, યોગેશભાઈ-માંડવી, ભુજના હેમંત ઠક્કર, મધુકાંત આચાર્ય, માધવી ચૈનાની, પારુલ સોની, રાધાબેન પટેલ, મનીષા ગોયલ, બીના લખવાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer