કોડાયના બદલી પામેલા તલાટીને પરત મૂકવા ગ્રામજનોની માંગ

કોડાયના બદલી પામેલા તલાટીને પરત મૂકવા ગ્રામજનોની માંગ
કોડાય (તા. માંડવી), તા. 13 : આ ગામે છેલ્લા એક વરસથી સંતોષકારક કામગીરી કરતા તલાટી એ.સી. ગોહિલની બદલી નખત્રાણા તાલુકામાં કરાતાં તેમને પરત કોડાય મૂકવા ગ્રામજનો અને અગ્રણીઓ દ્વારા રાજ્યમંત્રી અને ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરાઇ હતી. સંતોષકારક કામગીરી કરતા તલાટી અજયસિંહથી ગ્રામજનો સંતુષ્ટ હોવાથી કર્મનિષ્ઠ કર્મચારીને પરત ગામમાં મૂકવાની માંગ કરાઇ છે. ગામની સમસ્યાઓ ઉકેલી વિકાસના પ્રામાણિકતાથી કામ કરતા શ્રી ગોહિલની બદલી કિન્નાખોરીથી કરવામાં આવી હોવાનું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે. ગામના સરપંચ કાનજીભાઇ પટેલ અને આગેવાનોએ ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, સાંસદ વિનોદભાઇ ચાવડા તેમજ તા.પં. પ્રમુખ ગંગાબેન સેંઘાણીને લેખિતમાં આ બાબતે રજૂઆત કરી હતી. માજી સરપંચ વિરલ જોશી, ખેડૂત અગ્રણી ભીમજી રાબડિયા, મનોજ માતંગ, જીતુ દરજી, હારૂન કુંભાર, શિવજી સીગરખ્યા, કલ્યાણજી ગાજપરિયા, કેતન શિયાણી તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામજનોએ આવદન પત્ર પાઠવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer