બિદડામાં પાંજરાપોળ અને ગૌશાળાના લાભાર્થે યોજાયેલા ડાયરા થકી જમાવટ

બિદડામાં પાંજરાપોળ અને ગૌશાળાના લાભાર્થે યોજાયેલા ડાયરા થકી જમાવટ
કોડાય (તા. માંડવી) તા. 13 : બિદડા ગામે કચ્છ બિદડા વીશા ઓસવાળ જૈન મહાજન સંચાલિત બિદડા પાંજરાપોળ-ગૌશાળરના લાભાર્થે આયોજિત લોકડાયરામાં હાસ્ય કલાકાર સાંઈરામ દવેનો ડાયરો યોજવામાં આવ્યો હતો તેમાં સંસ્કૃતિ અને પ્રાચીન વારસાને ઉજાગર કરતાં સાંઈરામ દવેએ રમઝટ જમાવી હતી. લોકડાયરો તેમજ બપોરના ગામ ધુવાબંધના દાતા મુક્તાબેન મણિલાલ ફુરિયા (પટેલ પરિવાર) રહ્યા હતા. આ લોકડાયરાને માણવા તાલુકાભરમાંથી લોકો એકત્ર થયા હતા. ધુવાબંધ ભોજનમાં ગામના 18 આલમે એક મંડપ નીચે ભોજન કરી સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડયું હતું. દાતા પરિવારના મણિલાલ માવજી ફુરિયાનું ગામ વતી વિવિધ સમાજના આગેવાનો દ્વારા સન્માન થયું હતું. દાતા પરિવારના ભરતભાઈ ફુરિયાએ જીવદયા તેમજ ગામની ખૂટતી કડીઓ માટે પૂર્ણ?સહકારની ખાતરી દર્શાવી હતી. કલાકાર સાંઈરામ દવે, ગામના સરપંચ સુરેશ સંઘાર, રાજેન્દ્ર સંઘાર (સંઘાર સમાજના અગ્રણી) હરેશભાઈ મારૂ (સામાજિક અગ્રણી) સહિતનું સન્માન દાતા પરિવાર દ્વારા થયું હતું. ભરતભાઈ ફુરિયા,  જૈન સમાજના અગ્રણી હરખચંદભાઈ દેઢિયા, અશોકભાઈ ફુરિયા, ચાંપશીભાઈ મહેશ્વરી, કિશોરભાઈ ફુરિયા, મયૂરસિંહ જાડેજા, રફીક મિત્રી (મુંબઈ), દિલીપ ગોર (ટુન્ડા), વસંતભાઈ મારૂ સહિત ઉપસ્થિત રહ્યા હતા.  સંચાલન દિનેશભાઈ નાગુ (મુંબઈ) અને આભારવિધિ હરેશભાઈ શાહે કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer