યુનિ.ના પ્રધ્યાપક ડો. સતીજાની `ગાંધી પીસ એમ્બેસેડર ઇન્ટરનેશનલ'' તરીકે નિયુક્તિ

યુનિ.ના પ્રધ્યાપક ડો. સતીજાની `ગાંધી પીસ એમ્બેસેડર ઇન્ટરનેશનલ'' તરીકે નિયુક્તિ
ભુજ, તા. 13 : કચ્છ યુનિવર્સિટીનાં અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ, ડો. કલ્પના સતીજાના કાર્યની  વિશ્વ આરોગ્ય સંસ્થાએ નોંધ લીધી છે. ઘણા વર્ષોથી `બેટી બચાઓ બેટી પઢાઓ', `સેવ ગર્લ ચાઈલ્ડ'  `સ્ત્રીઓના સામજિક અને આર્થિક અધિકારો તથા તેને લગતા કાયદાઓનું જ્ઞાન,  એલજીબીટીંના અધિકારો અને ખાસ કરીને આત્મહત્યા અટકાવ  ઝુંબેશ પર કામ કરી રહ્યા છે . હાલમાં ગાંધી પીસ  ફાઉન્ડેશન, નેપાળ દ્વારા તેમને   `ગાંધી પીસ  એમ્બેસેડર ઇન્ટરનેશનલ' તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર સંઘ સાથે જોડાયેલી છે અને ડો. સતીજાએ આ સંસ્થા સાથે માનવ અધિકારો, આહિંસા, સંવાદિતા, સહનશીલતા, જાતિ  સમાનતા, ભાઈચારો, આંતરરાષ્ટ્રીય સમજણ અને સામાજિક સભ્યતા, તથા   સહકારના અંતરરાષ્ટ્રીય શાંતિના વિષયો પર કામ કરવાનું રહેશે. તેમણે લખેલા  ગાંધીજીના વિચારો અને તેમના સિદ્ધાંતો પ્રત્યેના લેખનો અને તેમની સામાજિક સેવાને ધ્યાનમાં રાખીને આ શાંતિ રાજદૂતની મોટી જવાબદારી સોંપવામાં આવેલી છે. અને તેમણે  સંયુકત રાષ્ટ્ર સંઘ સાથે પણ  આ જવાબદારીનો અહેવાલ આપવાનો રહેશે. ડો. સતીજા  કચ્છમાં છેલ્લા 3 વર્ષોથી  આત્મહત્યા અટકાવ માટે ઓમ  ફાઉન્ડેશનમાં ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે અને તેને લગતા ઘણા સેમિનાર  પણ યોજેલા છે.  તેઓ ગુજરાત માનવ અધિકાર કાઉન્સિલના પણ સભ્ય રહેલા છે ઉપરાંત ગુજરાત ચૂંટણી પંચના એસવીઇઈપી સભ્ય છે. ગુજરાતમાં ત્રીઓના જેન્ડર વોટિંગ માટે કામ કરે છે. આમ તેઓએ એક પ્રાધ્યાપક તરીકે સામાજિક ક્ષેત્રનાં કામોથી કચ્છનું નામ રોશન કર્યું છે.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer