સાચા હૃદયથી કરેલો સંકલ્પ હંમેશાં સિદ્ધ થાય

સાચા હૃદયથી કરેલો સંકલ્પ હંમેશાં સિદ્ધ થાય
ભુજ, તા. 13 : સાચા હૃદયથી કરેલો સંકલ્પ હંમેશા સિદ્ધ થાય છે તેવું શહેરને પબુરાઇ ફળિયા મહિલા મંડળ આયોજિત સર્વે જ્ઞાતિજનો માટેની શ્રીમદ્ ભાગવત સપ્તાહના પ્રારંભે વક્તા જનકરાય મોહનલાલ ભટ્ટે જણાવ્યું હતું. નવનિર્મિત મહિલા મંડળની પ્રથમ પ્રવૃત્તિનો પ્રારંભ શ્રીમદ્ ભાગવત કથાથી કરવાના સંકલ્પને વકતાએ બિરદાવ્યો હતો. આ કથામાં કુલ્લ 18 યજમાનો જોડાયા છે. કથાના પ્રથમ દિવસે પોથીયાત્રા ભુજના આશાપુરા મંદિરથી કથા મંડપ સુધી  નીકળી હતી. માથા પર કળશ લઇ રંગ-બેરંગી કપડામાં સજ્જ નાની બાળાઓ તથા ભાવિકોના શ્રી કૃષ્ણ શરણમ મમ:ના નાદથી પોથીયાત્રા ભક્તિમય બની ગઇ હતી. જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. પોથીયાત્રા બાદ કબીર મંદિરના મહંત કિશોરદાસજી કબીરપંથી, બિહારીલાલ મંદિરના મહંત મૌનીબાપુ, ભુજ આશાપુરા મંદિરના પૂજારી જનાર્દનભાઇ તથા આયોજકો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. આ ભાગવત સપ્તાહ દરમ્યાન શ્રી કૃષ્ણ જન્મ, રૂક્ષ્મણી વિવાહ વગેરે પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. કથાનું રસપાન વક્તા જનક મહારાજ ભટ્ટ કરાવી રહ્યા છે, ભાગવત સપ્તાહના મુખ્ય યજમાન તરીકે જયશ્રીબેન કિરણભાઇ યાદવે લાભ લીધો છે. મહિલા મંડળની દરેક બહેનો તથા પબુરાઇ ફળિયા યુવક મંડળ તથા સોનીવાડ ગણેશ યુવક  મંડળ આયોજનમાં સહયોગ આપી  રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer