કચ્છ જિલ્લા ભાજપ દ્વારા છ મંડલના નવા હોદ્દેદારો વરાયા

ભુજ, તા. 13 : સંગઠન સંરચના અંતર્ગત આજે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલ દ્વારા પ્રદેશ ભાજપ સાથે ચર્ચા પરામર્શ કરીને જિલ્લાના ગાંધીધામ શહેર/તાલુકા, ભચાઉ શહેર/તાલુકા, રાપર શહેર/તાલુકા મંડલોના પ્રમુખ તથા મહામંત્રીઓની નિમણૂક કરવામાં આવી હતી.અંતર્ગત ગાંધીધામ શહેર અને તાલુકામાં જિલ્લા ભાજપ મહામંત્રી વલ્લમજીભાઇ હુંબલ તથા ભચાઉ શહેર/તાલુકા અને રાપર શહેર તાલુકા ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા સંરચના અંતર્ગત પક્ષનું મેન્ડેટ લઇને ઉપસ્થિત રહ્યા હતા.ગાંધીધામમાં ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, જિલ્લા સહ સંરચના અધિકારી છાયાબેન ગઢવી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભચાઉ? અને રાપર બંને સ્થળોએ  જિલ્લા ભાજપ સંરચના અધિકારી અને બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ભચાઉ ખાતે માંડવી ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે રાપરમાં જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, જિલ્લા ભાજપ મંત્રી વીરજીભાઇ મોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer