હાટકેશ કોમ્પ્લેક્સ રજત જયંતી પૂર્ણાહુતિ અવસરે વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કૃત કરાયા

ભુજ, તા. 13 :અહીંના વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ દ્વારા 1994માં નિર્માણ કરાયેલા હાટકેશ કોમ્પલેક્સની રજત જયંતીની ત્રિદિવસીય ઉજવણીના સમાપન અવસરે  હોમાત્મક લઘુરુદ્ર હવન,  સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ અવસરે જયંતીના ઉપલક્ષ્યમાં યોજવામાં આવેલી વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કૃત પણ કરવામાં  આવ્યા હતા.  તા. ર9મી ઓકટોબરથી ત્રણ દિવસ માટે ઊજવવામાં આવેલી રજત જયંતીનું સમાપન તા. 31 ના સવારના  હોમાત્મક લઘુરુદ્ર હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. હવનમાં મુખ્ય યજમાન તરીકે હયાતી આદિત્ય વોરા તથા અન્ય યજમાન તરીકે  ઉર્મિલાબેન ભારતપ્રકાશ વોરા, ફાલ્ગુની ભાવેશ છાયા, અનિતા વિક્રમભાઈ ધોળકિયા, જ્યોતિ મનહરલાલ ભટ્ટ તથા પ્રાપ્તિ ઝલક છાયા રહ્યા હતા.આ અવસરે યોજવામાં આવેલી વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કૃત કરાયા હતા તથા સ્પર્ધાના નિર્ણાયકોનું વિશેષ સન્માન કરાયું હતું. 196પમાં જ્ઞાતિમાં સર્વપ્રથમ રક્તદાન કરનારા ચંદ્રવદનભાઈ ધોળકિયાનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્પર્ધાના વિજેતાઓમાં વકતૃત્વ સ્પર્ધામાં  રોશની ઝાલા, દિયા ઝાલા તથા ઋતુ અંતાણી , નિબંધ સ્પર્ધામાં ભારવી વૈદ્ય, નૈઋતિ અંતાણી, તથા વૈશાલી વૈષ્નવ, મહેંદી હરિફાઈમાં દિયા ઝાલા, જીનલ વૈદ્ય, તથા મૈત્રી મહેતા, ચિત્ર સ્પર્ધાગ્રુપ -એમાં જન્મય અંતાણી, તમન્ના ભટ્ટ તથા ધૃતિ ભટ્ટ, ગ્રુપ-બીમાં દિયા ઝાલા, જ્યોતિ અંજારિયા, તથા હિરાંશ વોરા તથા ગ્રુપ સીમાં રૂપલબેન મહેતા, પૂર્વી ધોળકિયા, તથા અમી માંકડ, રંગોળી સ્પર્ધામાં પ્રજ્ઞા ધોળકિયા, ભારવી વૈદ્ય, તથા લોપા વોરા જ્યારે વાનગી હરીફાઈમાં માલિનીબહેન ડી. અંતાણી, આરતી ધોળકિયા, તથા શિવાની માંકડ પ્રથમ, દ્વિતીય તથા તૃતીય વિજેતા રહ્યા હતા.વિવિધ સ્પર્ધાઓના નિર્ણાયકો તરીકે નિરૂપમ છાયા, ઉત્કંઠા ધોળકિયા, ડો. મિહીર વોરા, ડો. ચૈતાલી ઠક્કર, ખુશ્બૂબેન વૈદ્ય, હંસાબહેન વૈષ્નવ, દિવ્યાબહેન વૈદ્ય, પન્નાબહેન ઠક્કર, જ્યોતિબેન પવાણી, સંજય ગોહિલ, પૂજા દોશી તથા જીનલ મહેતાએ સેવા આપી હતી. સમાપન અવસરે યોજાયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત પંકજ ઝાલા દિગ્દર્શિત નાટક `ઘરધણી'ના મંચને જ્ઞાતિજનોઅને ખુશ કરી દીધા હતા. નાટકમાં શ્રી ઝાલા ઉપરાંત નિપુણ માંકડ, ઉષ્મા માંકડ, નીતિન અંતાણી, અનિમેષ વોરા મુખ્ય કલાકાર હતા. શાશ્વત વોરાએ બેકગ્રાઉન્ડ સંગીત પીરસ્યું હતું. જ્ઞાતિ પ્રમુખ અતુલ મહેતાએ સમગ્ર ઉજવણી દરમ્યાન સૌના સહકારની નોંધ લેતાં હાટકેશ કોમ્પલેકસના નવીનીકરણની વિગતો  આપી હતી. સમારંભનું સંચાલન ટ્રસ્ટી દર્શક બૂચે કર્યુ હતું.  આભારવિધિ જ્ઞાતિના ખજાનચી રક્ષક અંતાણીએ કરી હતી.મંડળના ટ્રસ્ટીઓ  બંસરીબહેન ધોળકિયા,ભૌમિક વચ્છરાજાની, અવનિશ વૈષ્નવ, નિપુણ માંકડ, ઉદય વોરા તથા જ્ઞાતિના વિવિધ સહયોગી મંડળોએ આયોજન સંભાળ્યું હતું.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer