બાળ અશ્લીલ વીડિયો મોકલનાર શખ્સ સામખિયાળીમાં ઝડપાયો

ગાંધીધામ, તા. 13 : ભચાઉ તાલુકાના સામખિયાળી નજીક આવેલી ગેલન્ટ કંપનીમાં કામ કરતા એક શખ્સે ફેસબુક મેસેન્જરમાં અન્ય વ્યક્તિને ચાઇલ્ડ પોર્નોગ્રાફી (બાળ અશ્લીલ વીડિયો) મોકલતાં આ શખ્સને એસ.ઓ.જી.એ પકડી પાડયો હતો. સરહદી રેન્જ ભુજના સાયબર ક્રાઇમ પોલીસ મથકને ઉપલી કક્ષાએથી ચાઇલ્ડ પોર્નોગ્રાફી અંગે માહિતી મળી હતી જે પૂર્વ કચ્છ પોલીસવડાને મોકલવામાં આવી હતી. આ બનાવની તપાસ પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ને સોંપવામાં આવી હતી. દરમ્યાન એસ.ઓ.જી. સામખિયાળીમાં ગેલન્ટ કંપનીમાં ત્રાટકી હતી. આ કંપનીના એચ.આર. મેનેજર સુશીલકુમાર રામનિવાસ ઓઝાને મળીને પોલીસે કંપનીમાં કામ કરતા મિથિલેશ સુગ્રીવ યાદવને બોલાવી આપવા જણાવ્યું હતું. દરમ્યાન આ શખ્સ આવતાં મિથિલેશને પકડી પાડવામાં આવ્યો હતો. તેના મોબાઇલમાં 17 અશ્લીલ વીડિયો મળી આવ્યા હતા જે પૈકી પાંચ બાળ અશ્લીલ વીડિયો (ચાઇલ્ડ પોર્નોગ્રાફી)વાળા હતા. આ શખ્સે ફેસબુક મેસેન્જર થકી ચંદન સિંઘને ચાઇલ્ડ પોર્નોગ્રાફી ગત તા. 29/4/2019ના મોકલાવી હતી તેમજ તે સિવાય અન્ય 6 વીડિયો પણ મોકલાવ્યા હતા તથા આ શખ્સે શ્રીકાંત મહારાણાને પણ અશ્લીલ વીડિયો મોકલાવ્યા હતા. એસ.ઓ.જી.એ આ શખ્સની ધરપકડ કરી તેની પાસેથી મોબાઇલ હસ્તગત કરવામાં આવ્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer