કેરામાં પ્લોટમાં આવવા મુદ્દે આધેડ પર લાકડી વડે હુમલો
ભુજ, તા. 13 : તાલુકાના કેરા ગામે ગૈશાળાની પછવાડે પ્લોટમાં આવવા બાબતની તકરારમાં લાકડી વડે થયેલા હુમલામાં 48 વર્ષની વયના કાનજી પ્રેમજી વાઘજિયાણીને ઇજાઓ થઇ હતી. ગઇકાલે સાંજે બનેલી હુમલાની આ ઘટનામાં માથામાં લોહી નીકળતી ઇજાવાળી હાલતમાં ભોગ બનનારા કાનજીભાઇને સારવાર માટે અહીંની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. તેમણે પોલીસ સમક્ષ પ્રાથમિક કેફિયતમાં હુમલો કરનારા તરીકે કાનજી કરસન સથવારા, ભવાન કરસન સથવારા, દેવીબેન કરસન સથવારાના નામ લખાવ્યા હતા. માનકૂવા પોલીસે આગળની છાનબીન હાથ ધરી છે.