અજ્ઞાત વાહન સાથે અકસ્માત નડતાં વિંઝાણવાસીને ઇજા

ભુજ, તા. 13 : અબડાસામાં સાંધવ અને કોઠારા વચ્ચે કોઇ અજાણ્યા વાહન સાથેના અકસ્માતમાં વિંઝાણ ગામના બાઇકના ચાલક સાલેમામદ અલીમામદ બકાલી (ઉ.વ.47)ને ઇજાઓ થઇ હતી. પોલીસ સાધનોએ આપેલી જાણકારી અનુસાર ગઇકાલે મોડીસાંજે સાંધવ-કોઠારા વચ્ચે કૃષી સંશોધન કેન્દ્ર નજીક આ અકસ્માત થયો હતો. પહેલા ખાનગી દવાખાનામાં સારવાર અપાયા પછી ભોગ બનનારા સાલેમામદ બકાલીને વધુ સારવાર માટે હાથ અને પગમાં ઇજા સાથે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. કોઠારા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer