ભુજોડી હાટની દુકાનો હસ્તકળાના કારીગર,સખીમંડળોને ભાડે મળી શકશે

ભુજ, તા.13 :ભુજોડી ખાતે સખીમંડળના લાભાર્થી અને હસ્તકળાના કારીગરો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી ચીજવસ્તુના વેચાણ અને પ્રદર્શન માટે હાટ/દુકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. કારીગરોની આજીવિકામાં વધારો થાય તે ઉદ્દેશથી આ ભુજોડી હાટ ખાતે બનેલી દુકાનોને સામાન્ય ભાડાથી અપાશે. આ દુકાનો મેળવવા ઈચ્છુકે તા. 16/11થી તા. 25/11 સુધીમાં પાસપોર્ટ સાઈઝના 2 (બે) ફોટા, બીપીએલ કાર્ડ, રાશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આર્ટિસન કાર્ડ, સખીમંડળની પાસબુક, વ્યક્તિગત પાસબુક વગેરેની ઝેરોક્ષ સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સેવાસદન, પ્રથમ માળ, મુંદરા રોડ, ભુજ ખાતે રૂબરૂ ફોર્મ ભરી શકાશે. વધુ માહિતી માટે 90999 56370 ઉપર સંપર્ક સાધવા નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની યાદીમાં જણાવાયું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer