હસ્તકલાનો સર્વોચ્ચ કબીર એવોર્ડ ભુજોડીના કસબીને

હસ્તકલાનો સર્વોચ્ચ કબીર એવોર્ડ ભુજોડીના કસબીને
ભુજ, તા. 16 : રાષ્ટ્રીય કક્ષાના હસ્તકળાને લગતા સંત કબીર એવોર્ડસ-2017ની આજે જાહેરાત કરાઇ છે જેમાં ભુજ   તાલુકાના ભુજોડી ગામના વણકર હમીર વિશ્રામ સીજુની સુતરાઉ કાપડની કલાત્મક શાલ માટે પસંદગી થઇ છે. આ ઉપરાંત રાષ્ટ્રીય મેરિટ પ્રમાણપત્ર માટેની પસંદગીમાં પણ બે યુવાનોનો સમાવેશ થયો છે. હસ્તકળાને પ્રોત્સાહિત કરવાના હેતુસર રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડસ-2017માં સંત કબીર એવોર્ડસમાં દેશભરમાંથી ચાર કારીગરો પસંદ પામ્યા છે જેમાં હમીરભાઇની પસંદગી થઇ છે જ્યારે રોષ્ટ્રીય એવોર્ડસ માટે 11 કારીગરો પસંદ થયા છે. આ ઉપરાંત રાષ્ટ્રીય મેરિટ પ્રમાણપત્ર 2017 માટે દેશભરના કુલ 17 કલાકારો પસંદગી પામ્યા છે જેમાં ભુજોડીના યુવાન હરેશ ભીમજીભાઇ મંગેરિયાની    ભારતીય ચતુરભાતી સુતરાઉ (સિલ્ક સાડી) માટે જ્યારે જામથડાના મનજી ખીમજી વણકરની કચ્છની ગરમ શાલ માટે પસંદગી થઇ છે. કચ્છના આ હસ્તકલા કસબીની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાતાં અને તેઓની એવોર્ડસ તથા પ્રમાણપત્ર માટે પસંદગી થતાં અભિનંદન મળી રહ્યા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer