ભુજના ચિત્રકારના ચિત્રોના વિષયો પર લઘુશોધ પ્રબંધ લખાયો

ભુજના ચિત્રકારના ચિત્રોના વિષયો પર લઘુશોધ પ્રબંધ લખાયો
મુંદરા, તા. 16 : ભુજના ચિત્રકાર બિપિન સોનીના ચિત્રોના વિષયને લઇને લલિત કલા વિભાગ કુરુક્ષેત્ર વિશ્વ વિદ્યાલયમાં લઘુશોધ પ્રબંધ લખવામાં આવ્યો છે. `સમકાલીન કલાકાર બિપિન સોની કા ચિત્ર સંસાર' લઘુશોધ પ્રબંધના નિર્દેશન ડો. ગુરુ ચરણસિંહ અને શોધકર્તા શાલુ પટેલ રહ્યા હતા. જે સત્ર 2018-19માં રજૂ કરવામાં આવ્યો હતો. આ લઘુશોધ પ્રબંધના પહેલા અધ્યાયમાં કલા, કલાના અર્થ, ભારતીય ચિત્રકલાની વિશિષ્ટતા, ચિત્રકલાના પ્રસંગ, જ્યારે બીજા અધ્યાયમાં `કલાકાર બિપિન સોની કા જીવન પરિચય' જેમાં જન્મ અને પરિસ્થિતિ, શિક્ષા, પ્રદર્શનો અને ઉપલબ્ધિ વગેરે માહિતી સાથે વિશ્વ વિદ્યાલયમાં હિન્દીમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ અગાઉ ઇલ્સાસ કોલેજ સરદાર પટેલ યુનિ. આણંદમાં મૈત્રી અશ્વિન મહેતા દ્વારા ભરત મુનિએ આપેલી રસ થીયરી સાથે બિપિન સોનીના નવચિત્રો વિશે વર્ષ 2016-17માં અંગ્રેજીમાં લઘુ નિબંધ લખાયો હતો. જેના નિર્દેશક પ્રતીક દલવાડી રહ્યા હતા. કચ્છના પ્રથમ એવા ચિત્રકાર જેનો પોતાનો અભ્યાસ ફક્ત 8 ધોરણ સુધી જ છતાં હિન્દી અને અંગ્રેજીમાં એમને અને એમના ચિત્રોને સ્થાન મળ્યું છે. કચ્છ માટે ગૌરવની વાત એ છે કે લઘુશોધ નિબંધમાં તેઓ કચ્છમિત્રમાં વર્ષોથી ચિત્રો બનાવે છે એ વિગત આદરપૂર્વક વણી લેવામાં આવી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer