ઝુરા કેમ્પમાં હિંસક દીપડાને કેદ કરવા વનતંત્રે પાંજરું ગોઠવ્યું

ઝુરા કેમ્પમાં હિંસક દીપડાને કેદ કરવા વનતંત્રે પાંજરું ગોઠવ્યું
નિરોણા (પાવરપટ્ટી)(તા. નખત્રાણા), તા. 16 : પાવરપટ્ટીના ઝુરા નજીકની સોઢા વસાહત ખાતે છેલ્લા કેટલાક દિવસોથી હિંસક દીપડાએ અનેક પશુઓને ફાડી ખાધા અંગેના આ અખબારમાં પ્રસિદ્ધ?થયેલા અહેવાલના પગલે વન વિભાગ હરકતમાં આવી દીપડાને જબ્બે કરવાની કામગીરી હાથ?ધરી છે. છેલ્લા પાંચ-છ?દિવસ પહેલાં કેમ્પની દક્ષિણે આવેલા ઓજરી અને ફોટવીડી નજીક કમાગુના અને ગામની ચરિયાણમાં વિચરતી બે વાછરડી અને બે પાડા પર દીપડાએ ઘાત લગાવી મારણ કર્યા પછી પશુપાલકો ભારે ચિંતિત બન્યા હતા. ગામના અગ્રણી ભૂપતસિંહ સોઢાએ કચ્છમિત્રને આ અંગે જાણ કર્યા પછી પ્રસિદ્ધ થયેલા અહેવાલને પગલે વન વિભાગ હરકતમાં આવી આજે વહેલી સવારથી આ દીપડાને કેદ  કરવાની કામગીરી આરંભી હતી. જિલ્લા વન વિભાગના વડાની સૂચના અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિજયસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વનપાલ એ. જે. સુમરા આજે સવારે લાકડાનું તોતિંગ પાંજરુ લઇ?ઝુરા કેમ્પ પહોંચ્યા હતા. તેમની સાથેના ગાર્ડ મહિપાલસિંહ, મુકેશ?રાઠવા અને ગામલોકોના સહયોગથી ગામથી દક્ષિણે જ્યાં દીપડાએ પશુઓનું મારણ કર્યું છે તે સ્થળ નજીક ગીચ ઝાડી વચ્ચે પાંજરું ગોઠવી ઢળતી રાતે દીપડાને આકર્ષવા એ પાંજરાના એક ભાગમાં બકરી પૂરવામાં આવી હોવાનું ગામલોકોએ જણાવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer