લાખોંદ ગામે 32 સ્થળે ગોઠવાયેલી તીસરી આંખ થકી મંડાશે બાજનજર

લાખોંદ ગામે 32 સ્થળે ગોઠવાયેલી તીસરી આંખ થકી મંડાશે બાજનજર
લાખોંદ (તા. ભુજ), તા. 16 : ભુજ તાલુકાના પદ્ધર ગામ પાસે આવેલી બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરફથી લાખોંદ ગ્રામ પંચાયતની જરૂરિયાત અને માંગણીને અનુલક્ષીને સમગ્ર ગ્રામમાં 32 સીસીટીવી કેમેરા માટે રૂા. 3,90,000નું દાન અપાયું હતું. ગામમાં સીસીટીવી કેમેરાનો લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સરપંચ કરસનભાઇ બરાડિયા, ઉપસરપંચ સલીમ મામદભાઇ જત, તલાટી કપિલ ચૌહાણ અને પંચાયતના સભ્ય અરવિંદભાઇ તથા અગ્રણીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરફથી સાગર કોટક અને અલ્કેશ ભટ્ટ હાજર રહ્યા હતા. ગ્રામના વડીલ અરજણભાઇએ રિબિન કાપી અને કન્ટ્રોલ રૂમ ખુલ્લો મૂક્યો હતો. આ તકે પ્રાસંગિક પ્રવચન આપતા સરપંચ કરસનભાઇએ કંપની તરફ કરવામાં આવતી પ્રવૃત્તિને બિરદાવી હતી. આજે સીસીટીવી કેમેરા ખૂબ ઉપયોગી છે. અને જેનાથી ગ્રામમાં થતી અનેક ગેરશિસ્ત પ્રવૃત્તિ પર અંકુશ આવશે અને લોકો શિસ્ત પાડતા થશે એવું જણાવ્યું હતું. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને અક્ષયપાત્ર ફાઉન્ડેશન તરફથી આપવામાં આવતા મધ્યાહન ભોજન  માટે પણ કંપનીના ગ્રામજનો વતી આભાર માન્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer